વડોદરા
કોરોનાકાળમાં તેઓ સુપર સ્પેશિયાલિસ્ટ હોવાના કારણે તેમના નામે કરોડોની રકમ દર્દી પાસેથી વસૂલ કરાયા બાદ તેમને રકમ ચૂકવવામાં આવી ન હતી. તેમણે વારંવાર હોસ્પિટલ સમક્ષ રકમ ચૂકવવા માટે જણાવ્યું હતું, પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં આખરે એડવોકેટ કૌશિક ભટ્ટ મારફતે હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી હતી. જાેકે ત્યારબાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં આખરે ક્રાઇમ બ્રાન્ચમાં તબીબે અરજી આપી હતી. તબીબના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં તેમણે ૨૮૬૫ દર્દીની સારવાર કરી હતી. દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂા.૭૦૦૦થી વધુની રકમ વસૂલ કરી હતી અને એક દર્દીની સરેરાશ ૭ દિવસ સારવાર કરવામાં આવી હતી અને તે પેટે તેમને રૂા.૨૦ કરોડથી વધુની રકમ લેવાની થાય છે. જાેકે હોસ્પિટલે તેમને માત્ર રૂા.૧,૪૧,૬૮,૪૨૭ ચૂકવ્યા હતા અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવી ન હતી. પોલીસને આપેલી અરજીમાં ડો.સોનિયા દલાલે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં પેશન્ટ વધતાં તેમણે મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે, તેમના આસિસ્ટન્ટ તરીકે ડો. અભિનવ કામ કરશે. મેનેજમેન્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ડો.અભિનવને કોઇ રકમ ચૂકવશે નહીં અને તમારે રકમ ચૂકવવી પડશે. અમે આ અંગે તૈયાર થયાં હતાં, પરંતુ પાછળથી ખબર પડી હતી કે, ડો. અભિનવને હોસ્પિટલે વિઝિટિંગ ડોક્ટર તરીકે રાખ્યા ન હોવા છતાં તેમના નામે પેશન્ટ પાસેથી નાણાં વસૂલ કર્યાં હતાં. ડો. સોનિયા દલાલે કરેલી અરજીની તપાસ કરી રહ્યા છીએ. હાલ સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે. તાજેતરમાં જ પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાકાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.૧૮૮૦ કરોડ વસૂલ્યાનું નિવેદન આપ્યું હતું. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપનાર પલ્મોનોલોજિસ્ટે ૨૦ કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે હોસ્પિટલે માત્ર ૧.૪૧ કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દેતાં ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે ૨૦૧૮માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે એમઓયુ કર્યું હતું અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામ તેમને આપવાનો હતો. પેશન્ટની સર્જરી થાય તો બિલના ૮૦ ટકા તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો ૮૦ ટકા રકમ તેમને આપવાની હતી. આ રકમ દર ત્રણ મહિને ચૂકવવામાં આવતી હતી. ત્યાર બાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં આઇસીયુ, વેન્ટિલેટર તેમજ વોર્ડમાં દાખલ થતાં દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવે તો તેની વિઝિટ ફી અલગ ગણાશે એમ સ્પષ્ટ જણાવાયું હતું. દરમિયાન દર્દીઓની સંખ્યા વધતાં ૫ ડોક્ટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં ૪ ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પગારથી નોકરી કરતા હતા, ટીમમાં તેઓ એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતાં. આમ, ગાઇડલાઇન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં એટલે અમારા નામથી ચાર્જ વસૂલવામાં આવતો હતો.
