Gujarat

૧૦૮ લોકો માટે આશીર્વાદ સમાન બની, ૧૦૮ના સ્ટાફે ફૂટપાથ પર સફળ ડિલિવરી

અમદાવાદ
રાજ્યની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. અમદાવાદમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એક પ્રસુતા માટે દેવદૂત સાબિત થઈ હતી. સાબરમતી લોકેશનની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને મેસેજ મળ્યો હતો કે રામનગર ચોક પાસે ફૂટપાથ પર એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી છે. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક લોકેશન પર પહોંચી હતી. જ્યાં ઈસ્‌ રિયાબેન રાવળ અને પાયલોટ રોહિતભાઈએ જાેતાં મહિલાને પ્રસૂતાની પીડા હતી અને બાળક થોડું બહાર દેખાતું હતું. જેથી તેઓએ તાત્કાલિક ૧૦૮ હેડક્વાર્ટરમાં ફોન કરી અને જાણ કરી હતી. મહિલાને હોસ્પિટલ સુધી લઈ જવાય તેવી સ્થિતિ ન હતી. જેથી બંને કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદ લઇ ચાદર અને પ્લાસ્ટિકનું આડશ રાખી મહિલાની પ્રસૂતિ શરૂ કરી હતી. સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફૂટપાથ પર એક મહિલાને પ્રસૂતાની પીડા ઊપડી હતી અને બાળક થોડું બહાર આવી ગયું હતું. એક જાગૃત રિક્ષાચાલકે તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. સાબરમતી લોકેશનની ૧૦૮ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ૧૦૮ના ઈસ્‌ અને પાયલેટે જાેતાં મહિલાની ડિલિવરી ફૂટપાથ પર જ કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. જેથી આસપાસના લોકોની મદદથી ૧૦૮ હેડક્વાર્ટરમાં ડોક્ટર પાસે ઓનલાઇન માહિતી મેળવી અને મહિલાની ડિલિવરી કરાવી બાળકને જન્મ કરાવ્યો હતો. ડિલિવરી કરાવ્યા બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં બંનેની હાલત સારી છે. ૧૦૮ હેડક્વાર્ટરમાં ડોક્ટરની ફોન પર ઓનલાઈન સલાહ મેળવી અને મહિલાની પ્રસુતિ કરી બાળકનો જન્મ કરાવ્યો હતો. જરૂરી દવાઓ અને ઈન્જેકશન આપી અને ત્યાંથી મહિલા અને બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગરીબ અને ફૂટપાથ પર રહીને મહિલાને સફળ ડિલિવરી કરાવતા આસપાસના લોકો પણ ૧૦૮ની કામગીરીને બિરદાવી હતી

108-Emergency-Ambulance-Service-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *