Gujarat

૧૪.૯૫ લાખનો દારૂ-બીયરનો જથ્થો પકડતી વડોદરા એલસીબી

વડોદરા
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બાચના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એમ. રાઠોડની માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી દારૂ ભરેલી એક ટ્રક અમદાવાદ જવા માટે નીકળી છે. આ ટ્રક સુરત, ભરૂચ, વડોદરા થઇ અમદાવાદ જવાની છે. જે બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપર વોચ ગોઠવી દીધી હતી. બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતાં ભુસાની બોરીઓ નીચેથી દારૂ અને બીયરની ૩૩૩ પેટી મળી આવી હતી. પોલીસે દારૂ અને બીયરનો રૂપિયા ૧૪,૯૫,૨૦૦નો જથ્થો, ભુસુ ભરેલી ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ ૨૫,૦૧,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે ટ્રક ચાલક હનુમંત બાલુરાવ શિંદે (રહે. કુરુદ ગામ, જિ. અહેમદનગર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. ન્ઝ્રમ્એ આ અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોધાવી હતી. પોલીસે મહારાષ્ટ્રથી દારૂ બિયરનો જથ્થો ભરી અમદાવાદ લઈ જતાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરુ કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી ૧ લાખ ૬૬ હજારના દારૂ અને કાર સહિતના ૪ લાખ ૬૭ હજારના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. બુટલેગર પોલીસથી બચવા કારમાં બે જુદાજુદા જિલ્લાની નંબર પ્લેટ વાપરતો હતો છતાં ઝડપાઇ ગયો હતો. પોલીસે બુટલેગર આનંદ કિશનભાઇ કહારને ઝડપી પાડ્યો હતો. જેની કારમાંથી વિદેશી દારૂની ૧૬૬૪ બોટલ અને પાઉચ મળી ૧ લાખ ૬૬ હજારનો દારૂ જપ્ત કરાયો હતો. સાથે જ કાર મળી કુલ ૪ લાખ ૬૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેવડોદરા ન્ઝ્રમ્એ મહારાષ્ટ્રથી અમદાવાદ લઈ જવાતો ભારતીય બનાવટનો ૧૪.૯૫ લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આ દારૂ અને બીયરનો જથ્થો ભુસાની બોરીઓની આડમાં લઈ જવાતો હતો.

Lakhs-of-liquor-beer-quantity.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *