Gujarat

૧૯ ડીસેમ્બરે ગ્રામ પંચાયતની ચુંટણી શાંતિપુર્ણ રીતે યોજાય તે માટે રાણપુર શહેરમાં આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતીની બેઠક યોજાઈ.

રાણપુર પી.એસ.આઈ-એમ.આર.પરમારની આગેવાનીમાં છબીલા હનુમાન પાસે તથા કેશુભાઈ પંચાળાની ઓફીસ ખાતે બેઠક યોજાઈ..
આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે.જે ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે યોજાઈ તે માટે ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા બોટાદ જીલ્લા ડી.વાય.એસ.પી.રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ રાણપુર શહેરમાં ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈને રાણપુરમાં કોઈ અનિચ્છીનીય બનાવ નો બને અને શાંતિપુર્ણ માહોલ વચ્ચે રાણપુરમાં ચુંટણી યોજાઈ તે માટે પોલીસ તંત્ર સતર્ક માં આવ્યુ છે.ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એમ.આર.પરમાર ની અધ્યક્ષતા માં રાણપુરમાં જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળાની ઓફીસે તથા છબીલા હનુમાજી પાસે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.છબીલા હનુમાન પાસે યોજાયેલ શાંતિ સમિતીની બેઠક માં રાણપુર ગ્રાપ પંચાયતના સરપંચના ઉમેદવાર ગોસુભા જીવુભા પરમાર,જોરૂભા પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ધંધુકા રોડ ઉપર કેશુભાઈ પંચાળાની ઓફીસ ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી જેમાં રાણપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળાબેન કાંતીલાલ ટોકરાળીયા,નરેન્દ્રભાઈ દવે,ઈશ્વરભાઈ પંચાળા,સંજયભાઈ ગદાણી,કાંતિલાલ ટોકરાળીયા,કેશુભાઈ પંચાળા,લધુભાઈ ઘાઘરેટીયા,ચંન્દ્રેશભાઈ સોની,ભવ્ય શેઠ,હર્ષ શેઠ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211212-WA0383.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *