Gujarat

૧ ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ શરૂ થશે.

અમદાવાદ
પ્રવાસીયો માટે સારા સમાચાર, અમદાવાદ એરપોર્ટ હવે થી ની જાેવી પડે રાહ, પર પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવ્યં છે. ૧ ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ શરૂ થશે. પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ સાથે જાેડાનાર તમામ રિક્ષાચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં આવશે. મુસાફરોએ એરપોર્ટથી જે તે સ્થળે જવા માટે પ્રિ-પેઇડ બુથ પર ભાડું ચૂકવવાનું રહેશે.
મુસાફરો સાથે હાલ ભાડું વસૂલવા અંગે ખાનગી રીક્ષા ચાલકોની માથાકુટ થતી હોવાથી પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવી રહ્યાનો એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રીક્ષા બુથ પર મુસાફરોએ ભાડું રોકડમાં અથવા ડિજિટલી ચૂકવવાનું રહેશે. આ રીક્ષા બુથ બ્યા બાદ શહેરના રીક્ષા ચાલકો મુસાફરોને એરપોર્ટ પર ઉતારી શકશે પરંતુ એરપોર્ટથી મુસાફરોને બેસાડીને પરત નહીં ફરી શકે.
માત્ર આ સર્વિસ સાથે જાેડાયેલા જ રીક્ષા ચાલકો એરપોર્ટથી મુસાફરોને જે તે સ્થળે મુકવા જઈ શકશે. આ સર્વિસ સાથે જાેડાયા બાદ રીક્ષા ચાલકોએ મુસાફરો મળવા બદલ નિશ્ચિત ચાર્જ/ રકમ પણ ચૂકવવાની રહશે. હાલ રિક્ષા ચાલકોએ એરપોર્ટ પર આવવા બદલ ૬૦ રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહે છે, જેના બાદ હવે રીક્ષા બુથ બનતા મુસાફરદીઠ ચાર્જ પણ ચૂકવવો પડશે.

Ahmedabad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *