ભુજ
માધાપર ગામે રહેતો ધનજી લાલજી વેકરીયા (રહે. વિશાલનગર, જૂનાવાસ)વાળો રાજસ્થાનથી શરાબનો જથ્થો મંગાવ્યો છે જે જથ્થો બસમાંથી ઉતરી એક શખ્સ આપવા માટે આવવાનો છે. એલસીબીની ટીમ બાતમી આધારે ટ્રી-ટોપ રેસીડેન્સી પાસે વોચમાં હતી ત્યારે રામનિવાસ ભેરારામજી જાટ (ઉ.વ.૪૦, રહે. પીપાળ, બીલાડા, જાેધપુર)વાળો શરાબનો જથ્થો લઇ ઇનોવા કારમાં બેઠેલા ધનજી વેકરીયાને આપવા પહોંચ્યો તે વેળાએ જ એલસીબી ત્રાટકી હતી. એલસીબીએ ત્રીપલ એક્સ રમની ૩૬ બોટલ શરાબ કિંમત ૧૨,૬૦૦, ઇનોવા કાર કિંમત પાંચ લાખ, બે મોબાઇલ ફોન કિંમત દસ હજાર, અને ૨૬૪૦૦ રૂપિયા રોકડા મળી ૫,૪૯,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ઇસમોને મુદ્દામાલ સાથે દબોચી લઇ માધાપર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. નોંધનીય છે કે, એલસીબીની ટુકડીએ માધાપર પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર જ દુર ટ્રીટોપ રેસીડેન્સી પાસેથી શરાબના જથ્થા સાથે રાજસ્થાની ઇસમ સહિત બેને પકડી લીધા હતા.માધાપરમાં રહેતા શખ્સે રાજસ્થાનના ઇસમ પાસેથી શરાબનો જથ્થો મંગાવ્યો હતો, માધાપર નજીક ટ્રી-ટોપ રેસીડેન્સી સામે ઇનોવા કાર લઇને ઉભો હતો ત્યારે શરાબનો જથ્થો લઇને રાજસ્થાનનો ઇસમ આવતા બંને જણા પકડાઇ ગયા હતા. પોલીસે ૩૬ બોટલ શરાબ, ૨૬ હજાર રોકડા અને બે મોબાઇલ મળી ૫.૪૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી માધાપર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, નવનિર્મિત માધાપર પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટર દુર જ આ બંને ઇસમ શરાબ સાથે પકડાયા હતા.
