Amazonના ફાઉન્ડર જેફ બેજોસે CEO પદ છોડવાની જાહેરાત કરી છે, તેમની જગ્યાએ હવે Andy Jassy કંપનીના નવા સીઇઓ હશે. જેફ બેજોસ રિટાયર થવા નથી જઇ રહ્યા પણ તે હવે કેટલીક વસ્તુ પર ફોકસ કરવા માંગે છે.
જેફ બેજોસે એમેજોન સીઇઓના પદના છોડવાની જાહેરાત સાથે જ આ સ્પષ્ટ કર્યુ છે કે તે એમેઝોનથી પુરી રીતે દૂર નથી જઇ રહ્યા, તેમણે જણાવ્યુ છે કે તે એમેઝોનના એક્ઝીક્યુટિવ બોર્ડના એક્ઝીક્યૂટિવ ચેરમેનનું પદ સંભાળશે.
જેવુ કે ઉપર જણાવવામાં આવ્યુ કે બેજોસના મગજમાં વાસ્તવમાં રિટાયરમેન્ટનો પ્લાન નથી. જ્યારે, તેને અમે તેમની કરિયર રીબૂટ તરીકે જોઇ શકીએ છીએ. કારણ કે હવે તે કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા પ્રોજેક્ટ પર પોતાની હોલ્ડિંગ વધારવાનો પ્રયાસ કરશે. બેજોસ એવા કોઇ પણ પગલા માટે અત્યારે સારી સ્થિતિમાં પણ છે કારણ કે તેમની પાસે પોતાની પેશન અને બીજી વસ્તુ લગાવવા માટે ઘણુ કેપિટલ છે.
બેજોસે એમેઝોનના કર્મચારીઓને ઇમેલમાં કહ્યુ છે, “એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે હું એમેઝોનના મહત્વપૂર્ણ ઇનિશિએટિવ્સ સાથે જોડાયેલો રહીશ. સાથે જ હું ડે વન ફંડ, બેજોસ અર્થ ફંડ, બ્લૂ ઓરિજિન, ધ વોશિંગ્ટન પોસ્ટ અને બીજા પેશન પર પણ પોતાનો ફોકસ રાખીશ. આ ઓર્ગેનાઇઝેશન્સ પર પડનારી ઇમ્પેક્ટને લઇને ઘણો ઉત્સાહિત છું.
જેમાંથી બ્લૂ ઓરિજિન સૌથી રસપ્રદ છે કારણ કે આ એલોન મસ્કના SpaceXને ટક્કર આપવા અને ચંદ્ર પર નાસા મિશનને પાવર આપવાની ક્ષમતા રાખે છે. જેની શરૂઆત બેજોસે વર્ષ 2000માં કરી હતી અને ત્યારથી તેને કંજ્યૂમર સ્પેસ સેક્ટરમાં કેટલાક મહત્વપૂર્ણ કામ કર્યા છે.


