Indian Army Day 2021: 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના (Indian Army) માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભારતીય સેના આર્મી ડે (Army Day) તરીકે મનાવે છે. ભારતીય સેના (Indian Army) આજે પોતાનો 73મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસરે રાજધાની દિલ્હીમાં કેન્ટ સ્થિત કરિયપ્પા ગ્રાઉન્ડમાં સેના દિવસ પરેડનું (Army Day Parade) આયોજન કરવામાં આવશે. જેમાં આર્મી ચીફ (Indian Army Chief) એમએમ નરવણે પરેડની સલામી લેશે અને સૈનિકોને સંબોધિત કરશે.
કેમ મનાવવામાં આવે છે ‘સેના દિવસ’
આજના દિવસે જ 1949માં ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ (KM Cariappa) ભારતીય સેનાનું સુકાન સંભાળ્યું હતું. કરિયપ્પા ભારતીય સેનાના (Indian Army) પ્રથમ કમાન્ડર ઈન ચીફ હતી. કરિયપ્પાના ભારતીય ભૂમિ દળના શીર્ષ કમાન્ડરનું પદ ગ્રહણ કરવાને કારણે દર વર્ષે આ દિવસને સેના દિવસ (Army Day)તરીકે મનાવવામાં આવે છે.
દેશની રાજધાની દિલ્હીમાં પરેડ અને અન્ય સૈન્ય ઝાંખીઓ તરીકે ધામધૂમથી આ દિવસ મનાવાય છે. આ સમારોહમાં આર્મી કમાન્ડના તમામ 6 મુખ્યાલયો ભાગ લે છે. આર્મી ડે (Army Day) પર દેશના જાંબાજ અને બહાદુર સૈનિકોને યાદ કરવામાં આવે છે, જેમણે દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય.
ભારતીય આર્મીની (Indian Army) રચના 1776માં ઈસ્ટ ઈન્ડિયા (East India) કંપનીએ કોલકતામાં કરી હતી. જ્યારે વર્ષ 2013માં ઉત્તરાખંડના પુર પીડિતોને બચાવવા માટે ચલાવવામાં આવેલા અભિયાન “ઓપરેશન રાહત”ને વિશ્વનું સૌથી મોટુ સિવિલિયન રેસ્ક્યૂ ઓપરેશન માનવામાં આવે છે. જેમાં ભારતીય સેનાનું (Indian Army) ખૂબ મોટુ યોગદાન હતું.
જાણો કોણ છે કરિયપ્પા?
માર્શલ કરિયપ્પાનો (KM Cariappa) જન્મ 1899માં કર્ણાટકમાં થયો હતો. તેમણે માત્ર 20 વર્ષની ઉંમરે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં નોકરીની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પશ્ચિમી સરહદ પર સેનાનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે જ દેશના ભાગલા સમયે કરિયપ્પાએ (KM Cariappa) ભારત-પાકિસ્તાનની સેનાના ભાગલા પાડવાની જવાબદારી બખુબી નિભાવી હતી. કરિયપ્પા પ્રથમ એવા ઓફિસર હતા, જેમને ફિલ્ડ માર્શલની રેન્ક આપવામાં આવી હતી.
ભારતીય ઈતિહાસમાં અત્યાર સુધી આ રેન્ક માત્ર બે અધિકારીઓને આપવામાં આવ્યો છે. દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સૈમ માનેકશૉ છે. જેમને જાન્યુઆરી 1973માં રાષ્ટ્રપતિએ ફિલ્ડ માર્શલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે એમ કરિયપ્પા બીજા ફિલ્ડ માર્શલ હતા. જેમને 1986માં ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.
