ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) પણ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા ખાતે ત્રીજી સભા સંબોધતા તેઓની તબિયત લથડી હતી ત્યારે સ્થાનિક સુરક્ષા કર્મચારીઓએ તેઓને સંભાળી લીધા હતા.
ત્યારબાદ તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ (CM Vijay Rupani) વડોદરા એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ અમદાવાદ એરપોર્ટ ખાતે થી યુ એન મેહતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ તેઓની તબિયત સારી છે પરંતુ ચેક અપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.
તેમજ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના (CM Vijay Rupani) સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે. વડાપ્રધાન શ્રીએ મુખ્યમંત્રીશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.