Gujarat

India Corona Update: દેશમાં એક્ટિવ કેસ ઘટ્યાં, 24 કલાકમાં 14,545 નવા દર્દીઓ

India Corona Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં (India Corona Case) ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. એક તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યાં છે, તો બીજી તરફ કોરોનાને (Corona Virus) માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જેથી દેશમાં કોરોનાની (Covid-19 In India) સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 14,545 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત (India Corona Case) મળી આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 163 લોકોના મોત નીપજ્યાં છે.

નવા આંકડા ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (India Corona Case) 1 કરોડ 6 લાખ 25 હજાર 428 પર પહોંચી ચૂકી છે. જ્યારે જીવલેણ વાઈરસ (Corona Virus) 1,53,032 લોકોને અત્યાર સુધીમાં ભરખી ચૂક્યો છે. જો કે રાહતની વાત એ રહી કે, દેશમાં 1,02,83,708 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,88,688 પર પહોંચી ચૂકી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના (Corona Virus) 3620 એક્ટિવ કેસો ઓછા થયા છે. જેનાથી પોઝિટિવિટી રેટ ઘટીને 1.78 ટકા પર આવી ગયો છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન 18,002 લોકો સ્વસ્થ થયા છે. જેનાથી રિકવરી રેટ 96.78 ટકા પર પહોંચ્યો છે. ભારતમાં હાલ કોરોના મૃત્યુદર 1.44 ટકા છે.

જણાવી દઈએ કે, દેશમાં હાલ વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination In India) પણ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10,43,534 લોકોને વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. જેમાંથી 24 કલાકમાં 2,37,050 લોકોને રસી મૂકવામાં આવી છે.

Corona-Update1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *