*મુહમ્મદ સિરાજે કરિયરમાં પહેલીવાર 5 અને શાર્દૂલે 4 વિકેટ લીધી
*બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 294માં ઓલઆઉટ, ભારતના વિના વિકેટે 4 રન
બ્રિસ્બનઃ
મુહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ (Siraj Shardul bowling) કરી ઓસી સામેની ચોથી ટેસ્ટ અને શ્રેણી જીતવાના દ્વ્રાર ખોલી દીધા. હવે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ તેમનું કૌવત દાખવવું પડશે.
ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે વિના વિકેટે 4 રન કર્યા છે. બંને ઓપનરો રોહિત શર્મા 4 અને શુભમન ગિલ શૂન્ય રન રમતમાં હતી.
ભારત માટે મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 294 રને પૂરો થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાને 300 રનની અંદર રોખવામાં રોહિત શર્માનો પણ મહત્વનો ફાળો હતો. જેણે ફિલ્ડર તરીકે પાંચ કેચ કર્યા.
સિરાજે (Siraj Shardul bowling)કરિયરમાં પહેલી વખત 5 વિકેટ ઝડપી, શાર્દૂલ ઠાકુરે 4 વિકેટો પાડી. પ્રથમ ઇનિંગમાં પણ તેણે 3 વિકેટ લીધી હતી.