Gujarat

MannKiBaat: ‘દિલ્હીમાં તિરંગાનું અપમાન જોઈ દુ:ખી’- PM મોદીના સંબોધનની મોટી વાતો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Radio Programme) આજે વર્ષની પ્રથમ ‘મન કી બાત’ (Mann Ki Baat) અંતર્ગત દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના શાનદાર વિજય, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી, કોરોના વૅક્સીનેશન સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. આ સાથે જ તેમણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા તિરંગાના અપમાન અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું. જાણો PM મોદીના (PM On Radio) મન કી બાત કાર્યક્રમની મોટી વાતો..

23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિનને “પરાક્રમ દિવસ” તરીકે મનાવ્યો અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની શાનદાર પરેડ પણ જોઈ.

આ મહિને જ ક્રિકેટના મેદાનમાંથી સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલીઓ બાદ શાનદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતી લીધી. આપણા ખેલાડીઓનું હાર્ડ વર્ક અને ટીમ વર્ક પ્રેરણાદાયક છે.

દિલ્હીમાં 26 જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈને ખૂબ જ દુ:ખ પણ થયું. આપણે આવનારા સમયને નવી આશાથી ભરવાનો છે. આપણે ગત વર્ષે અદમ્ય સાહસ અને સંયમનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે આકરી મહેનત કરીને સંકલ્પો સિદ્ધ કરવાના છે.

આ વર્ષની શરૂઆતમાં જ કોરોના વિરુદ્ધ આપણી લડાઈને (India Fight Against Corona) પણ એક વર્ષ પૂરુ થઈ ગયું છે. જે રીતે કોરોના વિરુદ્ધ ભારતની જંગ એક ઉદાહરણરૂપ બની છે. તેમ હવે આપણો વૅક્સીનેશન કાર્યક્રમ (Corona Vaccination In India) પણ વિશ્વમાં એક ઉદાહરણરૂપ બની રહ્યો છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો વૅક્સીનેશન પોગ્રામ ચલાવી રહ્યો છે.

શું તમે જાણો છો; અને વધારે ગર્વની વાત કંઈ છે? આપણે સૌથી મોટા વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination In India) સાથે વિશ્વમાં સૌથી ઝડપી પોતાના નાગરિકોનું વૅક્સીનેશન પણ કરી રહ્યાં છીએ. માત્ર 15 દિવસમાં જ ભારતે 30 લાખથી વધુ કોરોના વૉરિયર્સને વૅક્સીન આપી ચૂક્યું છે. જ્યારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને આ કામ કરવામાં 18 દિવસ લાગ્યા હતા અને બ્રિટનને 36 દિવસનો સમય લાગ્યો હતો.

થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે, અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં બેંગલુરૂ માટે એક નોન-સ્ટોપ ફ્લાઈટની કમાન ભારતની 4 મહિલા પાયલોટોએ સંભાળી. 10 હજાર કિલોમીટરથી પણ વધારે લાંબી સફર ખેડીને આ ફ્લાઈટ સવા બસોથી વધુ મુસાફરોને લઈને ભારત આવી.

આપે આ વખતની 26 જાન્યુઆરીની રિપબ્લીક ડેની પરેડમાં પણ જોયું હશે. જ્યાં ભારતીય વાયુસેનાની બે મહિલા ઓફિસરોએ નવો ઈતિહાસ રચ્યો. કોઈ પણ ક્ષેત્ર હોય દેશની મહિલાઓની ભાગીદારી દરેક ક્ષેત્રમાં સતત વધી રહી છે.

Modi_Mann_Ki_Baat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *