Gujarat

NDAમાં સરકારના સાથી નીતીશ કુમારે પરોક્ષ રીતે સ્વીકાર્યું કે પેટ્રોલ-ડિઝલના ભાવ ખુબ વધારે

દેશમાં હાલના સમયમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોને લઈને કોંગ્રેસ સતત સરકારને નિશાન બનાવી રહી છે ત્યારે NDAમાં સરકારના સાથી નીતીશ કુમારે પણ આડકતરી રીતે માન્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ખુબ વધારે છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર નિવેદન આપ્યું છે. જોકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પેટ્રોલ-ડિઝલની કિંમતો ઓછી થાય તો સારું લાગે છે.

આ સિવાય તેમણે લોકોને ઈલેક્ટ્રોનિક વાહનોના ઉપયોગ કરવાની સલાહ પણ આપી અને એ પણ કહ્યું કે હું તો ખુલ ઈલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ કરું છું. આ વાહન પર્યાવરણ માટે પણ સારું છે. પેટ્રોલ અને ડીઝલવાળા વાહનોની અસર તો સીધી રીતે ઓછી હોય કે વધારે પર્યાવરણ પર જ થાય છે.

ઉલ્લેખનિય છે કે દેશના અનેકભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયાથી પણ વધારે છે. પેટ્રોલ જ નહી ડીઝલની કિંમતોમાં પણ ઘણી તેજી છે અને અનેક શહેરોમાં ડીઝલના વધતા ભાવે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.

content_image_b1aa7ede-75f3-4124-b42d-28cb89632f57.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *