Gujarat

NIAના સમન ઉપર ભડ્યા દિપ સિદ્ધૂ, કહ્યું- ખેડૂત સમર્થન પર ધમકાવી રહી છે સરકાર

પંજાબી કલાકાર દિપ સિંહ સિદ્ધૂ અને તેમના ભાઈ મનદીપના રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. દિપ સિદ્ધૂ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યાં છે.

એનઆઈએ દ્વારા સમન મળવા દીપ સિંહ સિદ્ધૂએ કહ્યું છે કે, એનઆઈએ કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરી રહ્યું છે. શનિવારે NIAએ દિપને સમન મોકલ્યું હતુ, આનાથી પહેલા તેમના ભાઈ મનદીપને પણ એનઆઈએ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આજે એનઆઈએ ઓફિસર તેમને શિખ ફોર જસિટ્સ નામના અલગતાવાદી સંગઠન વિરૂદ્ધ કેસ વિશે પૂછપરછ કરશે.

NIAએ લગભગ 20 લોકોને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. દિપ સિંહ સિદ્ધૂએ કહ્યું કે, તેમનું શિખ ફોર જસ્ટિસ નામના કોઈ સંગઠન સાથે કંઈ જ લેવા દેવા નથી. તેમને કહ્યું કે, એનઆઈએ દ્વારા સમન મોકલીને કેન્દ્ર ખેડૂતોને સાથ આપી રહેલા લોકોને ધમકાવવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે, પાછલી લોકસભા ચૂંટણી દરમિયાન દિપ સિંહ બીજેપી ઉમેદવાર સની દેઓલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

દિપ સિંહ સિદ્ધૂએ કહ્યું કે, મને સમન જોઈને થોડી પણ હેરાની થઈ નથી, સરકાર પ્રદર્શનકારીઓને ડરાવવા અને ધમકાવવા માટે જે સંભવ છે તે બધુ જ કરી રહી છે. મને આ નોટિસથી કોઈ ફરક પડતો નથી. મારૂ શિખ ફોર જસ્ટિસથી કોઈ સંબંધ નથી, તેમના સંપર્કમાં રહેવાનો કોઈ જ કારણ નથી. તેઓ કોણ છે તેની જાણકારી પણ મને નથી.

જણાવી દઈએ કે, શનિવારે એનઆઈએ ખેડૂત પ્રદર્શનમાં સામેલ લોક ભલાઈ ઈન્સાફ વેલફેર સોસાયટીના અધ્યક્ષ બળળદેવ સિંહ સિસરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બળદેવ સિંહ સિરસાએ પણ શિખ ફોર જસ્ટિસ વિરૂદ્ધ નોંધાયેલ એક કેસમાં પૂછપરછ કરવાની છે. સિરસાને પણ 17 જાન્યુઆરીએ એનઆઈએ ઓફિસમાં આવવાનું કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *