14 વર્ષ બાદ પાક. પહોંચેલી દક્ષિણ આફ્રિકન ટીમ બે ટેસ્ટ અને 3 T-20 રમશે
કરાચીઃ આખરે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઇ વિદેશી ટીમ પહોંચી.દક્ષિણ આફ્રિકન ટીમનો 14 વર્ષ બાદ પાકિસ્તાનનો આ પ્રથમ પ્રવાસ (SA PAK Tour)છે. જેમાં તે 2 ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 રમશે. છેલ્લે 2007માં દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાન ગઇ હતી.
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમો વચ્ચે પ્રવાસ (SA PAK Tour)ની પ્રથમ ટેસ્ટ મેચ 26થી 30 જાન્યુઆરી વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જણાવ્યું કે બીજી ટેસ્ટ રાવલપિંડીમાં રમાશે. આ મેચ 4થી 8 ફેબ્રુઅરી વચ્ચે રમાશે.
ત્યાર બાદ ત્રણ ટી-20 મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 11, 13 અને 14 ફેબ્રુઆરીએ રમાશે.
દ. આફ્રિકાએ 2007માં 1-0થી ટેસ્ટ શ્રેણી જીતી હતી
દક્ષિણ આફ્રિકા (SA PAK Tour)એ 2007ના છેલ્લા પ્રવાસમાં કરાચી ટેસ્ટ 160 રને જીતી ટેસ્ટ શ્રેણી પર 1-0થી કબજો જમાવ્યો હતો. પાકિસ્તાને ત્યાર બાદ 2010 અને 2013માં દક્ષિણ આફ્રિકાની યજમાની સાઉદી અરબ(યૂએઇ)માં કરી હતી.
2009માં શ્રીલંકાની ટીમ બસ પર લાહોરમાં હુમલો SA PAK Tour news
લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર 2009માં થયેલા આતંકવાદી હુમલો થયો હતો. ત્યાર વિદેશી ટીમો પાકિસ્તાનના પ્રવાસે (SA PAK Tour)જતી નહતી. તેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને યૂએઇને પોતાના સ્થાન તરીકે પસંદ કરવું પડ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમને હાલના પ્રવાસ પર
દક્ષિણ આફ્રિકાની ટીમ: ક્વિંટન ડી કોક (કેપ્ટન), એડેન માર્કરામ, ડીન એલ્ગર, ફાફ ડુ પ્લેસિસ, તેંબા બાવુમા, કાગિસો રબાડા, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, લુંગી એનગિડી, રાસી વાન ડર ડુસેન, એનરિક નાર્જે, વાયન મુલ્ડર, લૂથો સિપ્લામલા, બેઉરાન હેંડ્રીક્સ કાઇન વેરેયન્ને, સેરેલ ઇરવે, કિગન પીટરસેન, તબરેજ શમ્સી, જોર્જ લિન્ડે, ડેરેન ડુપાવલીન, મારકો જાનસન.