Gujarat

PM મોદી અમદાવાદ-સુરતને આપશે મેટ્રોની ભેટ, વીડિયો કૉન્ફરન્સથી કરશે ઈ-ખાતમુહૂર્ત

  • સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોના ફેઝ-2ના કાર્યનો શુભારંભ

Gujarat Metro Projects: હવેથી અમદાવાદથી ગાંધીનગર સુધી પણ મેટ્રોથી (Ahmedabad Metro) લોકો મુસાફરી કરી શકશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવી દિલ્હીથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના (Ahmedabad Metro Rail Project) બીજા તબક્કાના કાર્યનો શુભારંભ કરાવશે. આ સાથે જ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું (Surat Metro Rail Project) પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કરશે.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ હરદીપસિંહ પુરી વર્ચ્યૂઅલ જોડાશે. જ્યારે ગાંધીનગર મહાત્મા મંદિરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

આગામી ઓગસ્ટ સુધી 33.5 કિમી દોડશે અમદાવાદ મેટ્રો

Gujarat Metro Projects
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નો (Ahmedabad Metro Rail Project) જ વિસ્તાર છે. જે અમદાવાદને ગાંધીનગર સાથે જોડશે. અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) રેલ પ્રોજેક્ટની લંબાઈ 40.3 કિલો મીટર છે. જેમાંથી 6.5 કિમી મેટ્રો ટ્રેન વર્ષ 2019માં જ શરૂ થઈ ગઈ છે. જ્યારે અન્ય 33.5 કિમી આગામી ઓગસ્ટ સુધીમાં શરૂ થઈ જશે.

ફેઝ-2 પાછળ 5384 કરોડ રૂપિયાનો ખર્ચ

 Gujarat Metro Projects
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (Ahmedabad Metro Rail Project) મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.83 કિલોમીટરનો રહેશે. જેમાં 20 એલિવેટેડ બનશે. આગામી સમયમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ મેટ્રો ટ્રેન સાથે જોડવામાં આવશે.

વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી દોડી રહી છે મેટ્રો 

Gujarat Metro Projects
અત્યારે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના (Ahmedabad Metro Rail Project) પ્રથમ તબક્કામાં અમદાવાદમાં મેટ્રો દોડી રહી છે. હાલ વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી 6 કિલોમીટરમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જ્યારે મેટ્રો પ્રોજેક્ટ-2 માટે સોઈલ ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે.

આ પ્રોજેક્ટ (Ahmedabad Metro Rail Project) માર્ચ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં બનશે. જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી અને બીજી તબક્કામાં ગિફ્ટ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે.

Gujarat Metro Projects

સુરતમાં 21 કિલોમીટર રૂટ માટે મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત
સુરતનો મહત્વપૂર્ણ ડાયમન્ડ બુર્શની પાસેથી જ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી રહી છે. 21 કિલોમીટરના રૂટ માટે મેટ્રો ટ્રેનના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.

Surat-Metro.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *