Gujarat

PM મોદી અને અન્ય બધા મુખ્યમંત્રીઓને બીજા ફેઝમાં આપવામાં આવશે કોરોનાની રસી

વેક્સિનેશનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બધા મુખ્યમંત્રીઓને કોરોના વેક્સિનની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનને લઈને મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતુ કે, ગભરાવવાની જરૂરત નથી, બીજા ફેઝમાં બધાને વેક્સિનેશન કરી દેવામાં આવશે જે પણ 50 વર્ષથી ઉપરની ઉંમરના હશે.

તેવામાં બધા સાંસદ અને ધારાસભ્યો, જે 50 વર્ષની ઉપરની ઉંમરના છે, તેમને બીજા તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જે હેઠળ સાત લાખથી વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓના રસીકરણ પછી બીજા ફેઝની શરૂઆત થશે.

બીજા ફેઝમાં સેના, અર્ધસૈનિક દળોના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. જોકે, હજું ક્લિયર નથી કે, બીજો ફેઝ ક્યારે શરૂ થશે, પરંતુ બીજા ફેઝની ગાઈડલાઈન નક્કી છે. આ ફેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો સહિત અનેક વીવીઆઈપીને રસી આપવામાં આવશે, કેમ કે બધાની ઉંમર 50 વર્ષથી વધારે છે.

modi-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *