Gujarat

Republic Day Live: રાજપથ પર દુનિયા દેખશે ભારતની તાકાત

Republic Day 2021: દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારત આજે પોતાનો 72મો પ્રજાસત્તાક પર્વ (Indian Republic Day) મનાવી રહ્યો છે. રાજપથ પર આયોજિત મુખ્ય કાર્યક્રમ થકી દુનિયા ભારતની તાકાત દેખશે. દેશની સેનાના જાબાંજ જવાનોની પરેડ (Republic Day Parade)અને સૈન્ય તાકાત દુનિયા જોશે. આ સિવાય વિવિધ ઝાંકીઓના માધ્યમથી ભારતના સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરવામાં આવશે.

પ્રથમ વખત રાફેલ ફાઈટર જેટની ઉડાન સાથે T-90 ટેન્કો, સમવિજય ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી, સુખોઈ-30 સહિતના ફાઈટર વિમાનો સહિત પોતાની પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે.

રાષ્ટ્રીય સ્મારક પર વડાપ્રધાન મોદી (PM Modi) દ્વારા દેશ માટે બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે પ્રજાસત્તાક પર્વ પરેડની (Republic Day Parade) શરૂઆત થશે. વડાપ્રધાન દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. જે બાજ PM મોદી (PM Modi) સહિતના અતિથિઓ રાજપથ પર રિપબ્લિક ડે પરેડના (Republic Day Parade) સાક્ષી બનશે.

પ્રજાસત્તાક પર્વના (Republic Day 2021) અવસરે આકાશથી લઈને જમીન સુધી ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં રાત્રે જ મોટી-મોટી ઈમારતોમાં 100 સ્નાઈપરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. એન્ટી એરક્રાફ્ટ ટેક્નીકથી સજ્જ ગન ગોઠવી દેવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વે પાકિસ્તાનના ષડયંત્રના ઈનપુટ મળ્યા બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi) પ્રજાસત્તાક પર્વ (Republic Day) નિમિત્તે પોતાના ટ્વીટર થકી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ સૌ કોઈની નજર કૃષિ કાયદાનો (Farm Laws In India) વિરોધ કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally) પર પણ છે.

Rajpath.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *