Gujarat

SCની કમેટી પર હોબાળો- ખેડૂત ચાલું રાખશે લડાઈ, આજે સળગાવશે કૃષિ બિલની નકલો

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવતા કમેટીની રચના કરી દીધી છે. આ કમેટીમાં ખેડૂત નેતા ભૂપિન્દર સિંહ માન, કૃષિ વૈજ્ઞાનિક ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ ડો. અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા અનિલ ઘનવંત સામેલ છે. આ કમેટી નવા કૃષિ કાયદાઓ પર ખેડૂતોની ફરિયાદો અને સરકારના અભિપ્રાય જાણશે અને તે આધાર પર પોતાની ભલામણ આપશે. જોકે, કેમટીમાં સામેલ લોકોને લઈને પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે, તેમને સરકારના લોકો ગણાવવામાં આવી રહ્યાં છે. તેવામાં ખેડૂત નેતાઓનું કહેવું છે કે, આ બધા કૃષિ કાયદાના ત્રણેય બિલોનું સમર્થન કરી ચૂક્યા છે, તેવામાં રિપોર્ટ સરકારના પક્ષમાં જ આવશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમેટીને આગામી દસ દિવસમાં પોતાની પ્રથમ બેઠક કરવી પડશે. બેઠકના બે મહિનાની અંદર સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ આપવો પડશે. કમેટી દરેક પક્ષ સાથે વાત કરશે અને ડાયરેક અદાલતને જ રિપોર્ટ કરશે.

કમેટી પર ઉભા થયેલા હોબાળા વચ્ચે ખેડૂતોએ પોતાની લડાઈ ચાલું રાખવાની વાત કરી છે. બુધવારે લોહડીના અવસરે ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદાઓની નકલો સળગાવવામાં આવશે. સાથે જ 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસે શાંતિથી ટ્રેક્ટર રેલી નિકાળવાની વાત કહી છે. જોકે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ખેડૂતોને નોટિસ આપી છે.

કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોને પુરજોશમાં સમર્થન કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમેટીની ટીકા કરવામાં આવી છે. કોંગ્રેસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીના સમર્થનની પણ જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *