Gujarat

Signal App એ બનાવ્યો રેકોર્ડ, વ્હોટ્સએપને પાછળ છોડી આ મામલે બની નંબર વન

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instant Messaging App) વ્હોટ્સએપની નવી પોલિસીના (WhatsApp New Policy) વિરોધ વચ્ચે સિગ્નલ એપ (Signal App) ઘણી જ લોકપ્રિય થઈ રહી છે. વિશ્વના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે પણ પોતાના ફોલોઅર્સને વ્હોટ્સઅપની (WhatsApp) જગ્યાએ સિગ્નલ એપનો (Messaging App Signal) ઉપયોગ કરવાની અપીલ કરી છે. જે બાદ આ ક્રૉસ-પ્લેટફોર્મ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ સિગ્નલના યુઝર્સમાં (Signal Users) ઝડપથી વધારો થયો છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં આ એપની (Signal App) ડાઉનલોડિંગમાં 36 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે સિગ્નલ એપએ એક રેકોર્ડ બનાવી લીધો છે. સિગ્નલે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એપ સ્ટોરની ફ્રી એપ્સ (Free Messaging App) કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

તાજેતરમાં સિગ્નલના (Signal App)સત્તાવાર ટ્વીટર હેન્ડલે એક સ્ક્રીનશૉટ શેર કર્યો. જેમાં ભારતમાં તેને વ્હોટ્સઅપથી (WhatsApp) ઉપરના સ્થાને દર્શાવાયું છે. જેને ટ્વીટ કરતા લખ્યું છે કે, જુઓ તમે લોકોએ શું કર્યું છે. ભારત સિવાય જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ, સ્વિત્ઝરલેન્ડમાં પણ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્સમાં સિગ્નલ મોખરે છે.

ઉલ્લેખનીય છે કે, ફેસબુકની માલિકી વાળી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પૉલિસી (WhatsApp New Policy) 8 ફેબ્રુઆરીથી લાગૂ થઈ રહી છે. જે મુજબ, યુઝર્સના ડેટાને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સહયોગી કંપનીઓ સાથે શેર કરવામાં આવશે.

જો કે કંપનીએ તેના પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ માત્ર બિઝનેસ એકાઉન્ટ પર જ લાગૂ થશે અને ખાનગી ચેટ પર તેની કોઈ અસર નહીં થાય.

વ્હોટ્સએપની નવી જાહેરાત (WhatsApp New Policy) બાદ ટેસ્લાના CEO એલન મસ્કે લોકોને સિગ્નલના (Signal App) ઉપયોગનું સૂચન કરતા તેને સુરક્ષિત ગણાવ્યું હતું. જે બાદ યુઝર્સ દ્વારા તેને ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું, જે હજુ પણ ચાલુ જ છે. સિગ્નલના યુઝર્સ બેઝમાં અચાન વધારો થઈ ગયો છે.

બીજી તરફ ગૂગલ પ્લે-સ્ટોર એપ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સિગ્નલ (Signal App) તમારા મેસેજનું એક્સેસ લે છે. જેમાં મેસેજ વાંચવાથી લઈને મેસેજ મોકલવા અને તેને એડિટ કરવાનું પણ સામેલ છે. આ સિવાય કૉલિંગ, કેલેન્ડર, લોકેશન, ફોટો મીડિયા ફાઈલ, કેમેરા, માઈક્રોફોન, સ્ટોરેજ, વાઈફાઈ અને ઈન્ટરનેટ કનેક્શનનું પણ એક્સેસ સિગ્નલ એપ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *