Gujarat

Whatsapp સ્ટેટસ લગાવી કહ્યુ- અમને તમારી પ્રાઇવેસીની ચિંતા

મેસેજિંગ એપ વોટ્સએપે તાજેતરમાં પોતાની પ્રાઇવેસી પૉલિસીને અપડેટ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ વિશ્વભરના યૂઝર્સમાં નારાજગી જોવા મળી હતી. હવે વોટ્સએપે એક સ્ટેટસ દ્વારા લોકોને કહ્યુ છે કે અમને તમારી પ્રાઇવેસીની ચિંતા છે. તે બાદ વોટ્સએપે કેટલાક માધ્યમથી પોતાના યૂઝર્સને એમ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે વોટ્સએપ તમારી પ્રાઇવેસીને સુરક્ષિત રાખે છે.

વોટ્સએપે સ્ટેટસ દ્વારા કહ્યુ, “અમે તમારી પ્રાઇવેસીને લઇને ચિંતિંત છીએ”. તેવા જ ટ્વિટર પર #WhatsappStatus ટ્રેંડ કરવા લાગ્યુ હતું. વોટ્સએપનું આ સ્ટેટસ જોતા જ સોશિયલ મીડિયાની દુનિયામાં બબાલ થઇ હતી. એક યૂઝરે કહ્યુ કે, જો તમે મારી પ્રાઇવેસીને લઇને આટલા જ ચિંતિંત છો તો મે જ્યારે તમારો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો જ નથી તો મને કેવી રીતે વોટ્સએપ સ્ટેટસ જોવા મળી રહ્યો છે. આ સિવાય અન્ય પણ કેટલાક યૂઝર્સે ફોનમાં સ્ટેટસ જોઇને વોટ્સએપને ફટકાર લગાવી છે.

વોટ્સએપના સ્ટેટસ દ્વારા શેર કરવામાં આવેલી બીજી તસવીરમાં કહ્યુ, ‘અમે કોઇની અંગત ચેટને નથી વાંચી શકતા અથવા નથી સાંભળી શકતા.’ સાથે જ ત્રીજી તસવીરમાં કહ્યુ, વોટ્સએપ તમારા દ્વારા શેર કરવામાં આવેલી લાઇવ લોકેશન નથી જોઇ શકતું. જ્યારે ચોથી તસવીરમાં એમ લખવામાં આવ્યુ છે કે વોટ્સએપ કોઇ પણ રીતે સંપર્કોને ફેસબુક સાથે શેર નથી કરતું.

વોટ્સએપે તાજેતરમાં એક નવી પ્રાઇવેસી પોલિસીને લાગુ કરવા માટે પગલા ભરવાના શરૂ કર્યા હતા. જેનાથી યૂઝર્સને આ પોલિસી અપનાવવા માટે કહેવામાં આવ્યુ. આ સાથે એમ પણ કહેવામાં આવ્યુ કે જે લોકોએ આ નવી પોલિસીને નથી અપનાવી તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે પરંતુ હવે જ્યારે આ પોલિસીને વોટ્સએપે સ્થગિત કરી દીધી તો યૂઝર્સને રાહત મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *