જગવિખ્યાત અંબાજી મંદિર શક્તિપીઠ તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે અંબાજી મંદિરના ગર્ભગૃહને તથા મંદિરને રંગબેરંગી ફૂલો તથા ફળો દ્રારા શણગારવામાં કરવામાં આવ્યો હતો તલોદ ના માઈભક્ત અનીલભાઈ વશરામભાઈ માટલીયા ના પરિવાર દ્વારા અંબાજી મંદિર ને 51 પ્રકારના ફ્રુટ અને 20 પ્રકારના ડ્રાયફુટ નો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો તથા ચાચર ચોક માં આવેલી યજ્ઞશાળામાં શ્રી સુક્ત ના સવા લાખ પાઠ સાથે દશાંગ ઓમ કરવામાં આવ્યો હતો ગુરુવારે સવારે થીજ અંબાજી મંદિર ને વિવિધ રંગબેરંગી ફૂલો તથા ફળો દ્રારા મંદિર ને શણગારવામાં આવ્યું હતું. બપોરે અંબાજી મંદિર ખાતે માતાજી સમક્ષ વિવિધ ફ્રુટ અને ડ્રાયફ્રુટ નો અન્નકુટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો તથા અન્નકુટ આરતી પણ કરવામાં આવી હતી અંબાજી મંદિર ખાતે પ્રથમ વખત 71 ફ્રૂટ ની અલગ અલગ વાનગીઓનો અન્નકુટ યોજાયો હતો. જેમાં 51 પ્રકારનાં ફ્રૂટ અને 20 પ્રકારનાં ડ્રાયફ્રુટ ની અલગ અલગ વસ્તુઓ હતી કેટલાક ફ્રૂટ તો વિદેશ થી લાવવામાં આવ્યા હતા અને ગર્ભગૃહ ફળોથી શણગારીલું જોઈને ભક્તોમાં ખૂશી જોવા મળી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

