Gujarat

અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર બેસતા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, આગામી તહેવારો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય ફેરફાર થયેલો છે. જેમાં તા.૦૫/૧૧/૨૦૨૧ શુક્રવારે (બેસતું વર્ષ) આરતી સવારે ૬:૦૦ થી ૬:૩૦, દર્શન સવારે ૬:૩૦ થી ૧૦:૪૫, રોજભોગ બપોરે ૧૨:૦૦ થી ૧૨:૧૫, અન્નકુટ આરતી ૧૨:૧૫ થી ૧૨:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦, તેમજ તા.૦૬/૧૧/૨૦૨૧ કારતક સુદ-૨ થી તા.૦૯/૧૧/૨૦૨૧ લાભ પાંચમ સુધી આરતી સવારે ૬:૩૦ થી ૭:૦૦, દર્શન સવારે ૭:૦૦ થી ૧૧:૩૦, રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૩:૦૦ અને તા.૧૦/૧૧/૨૦૨૧ થી દર્શનનો સમય આ મુજબ યથાવત રહેશે જેમાં આરતી સવારે ૭:૩૦ થી ૮:૦૦, દર્શન સવારે ૮:૦૦ થી ૧૧:૩૦, રોજભોગ બપોરે ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૬:૧૫, આરતી સાંજે ૧૮:૩૦ થી ૧૯:૦૦, દર્શન સાંજે ૧૯:૦૦ થી ૨૧:૦૦ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

FB_IMG_1635070009411.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *