Gujarat

અડધી દુનિયાને જોઈએ છે ‘મેડ ઈન ઈન્ડિયા’ વૅક્સીન, 92 દેશોએ ભારતનો કર્યો સંપર્ક

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) વિરુદ્ધ વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) શરૂ થયા બાદ અન્ય દેશોમાં પણ વેક્સીનની (Covid Vaccine) માંગ વધી ગઈ છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, વિશ્વના 92 દેશોએ “મેડ ઈન ઈન્ડિયા” વૅક્સીન (Made In India Vaccine) માટે ભારતનો સંપર્ક કર્યો છે. આ સાથે જ “વૅક્સીન હબ” તરીકે ભારતની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની ગઈ છે.

ગત શનિવારે વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) શરૂ થયા બાદ ભારતમાં ડેવલોપ કરવામાં આવેલી કોરોના વૅક્સીન્સમાં (Covid Vaccine) સામાન્ય આડઅસર જ જોવા મળી છે. જેને જોતા વિશ્વના અનેક દેશોએ તેમાં રસ દાખવ્યો છે.

ડોમિનિકન રિપબ્લિકના PM રુઝવેલ્ટ સ્કેરિટે PM મોદીને પત્ર લખીને કોરોના વૅક્સીન (Corona Vaccine) મોકલવા માટે આગ્રહ કર્યો છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે, હું તમને વૅક્સીન મોકલવાનો આગ્રહ કરું છું, જેથી અમે અમારા લોકોને મહામારીથી સુરક્ષિત કરી શકીએ.

આ સિવાય બ્રાઝીલે પણ વૅક્સીન (Covid Vaccine) લેવા માટે ખાસ વિમાન ભારત મોકલ્યું છે. જ્યાંના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ PM મોદીને પત્ર લખીને વૅક્સીન મોકલવા આગ્રહ કરી ચૂક્યાં છે.

આ દરમિયાન બોલીવિયાની સરકારે 50 લાખ કોરોના વૅક્સીનના ડોઝ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. ભારત સરકાર મિત્રતાના નાતે પણ નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત અનેક પાડોશી દેશોને વૅક્સીન મોકલી રહી છે.

ભારતમાં રાષ્ટ્રવ્યાપી વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) અંતર્ગત કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીનની (Covaxin) રસી આપવામાં આવી રહી છે. જેમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાએ કોવિશિલ્ડ ડેવલોપ કરી છે. જેનું નિર્માણ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ કરી રહી છે. જ્યારે કોવેક્સીન સ્વદેશી વૅક્સીન છે. જેનું નિર્માણ ભારત બાયોટેક અને ICMR સંયુક્ત રૂપે કરી રહ્યાં છે.

ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશ માટે 20 લાખ અને નેપાળ માટે 10 લાખ વૅક્સીનનો ડોઝ મોકલ્યો છે. મહામારીના સામના માટે આ બન્ને મિત્ર રાષ્ટ્રોને આ વૅક્સીન મફત આપવામાં આવી છે. આ સિવાય ભારત ટૂંક સમયમાં મ્યાનમાર અને સેશેલ્સને પણ વૅક્સીન સપ્લાય કરશે.

અગાઉ બુધવારે વૅક્સીનના દોઢ લાખ ડોઝ ભૂતાન અને એક લાખ ડોઝ માલદીવ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મૉરિશસમાં વૅક્સીન સપ્લાય માટે ત્યાંની નિયામક સંસ્થા દ્વારા મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

 

 

images-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *