Gujarat

અડધો ડિસેમ્બર પૂર્ણ થયો હવે સાવરકુંડલા શહેરનાં પતંગ રસિયાઓએ પતંગો અને દોરી માંજીને ઉત્તરાયણ નિમિત્તે પૂર્વ તૈયારીઓ શરૂ કરી. અહીં દોરાં માંજવાનો વ્યવસાયનાં શ્રીગણેશ થયાં. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો ડિસેમ્બર અડધો પૂર્ણ થવામાં છે. માર્કેટમાં હવે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની સિઝન પૂરજોશમાં ખીલશે. અહીં મહુવા રોડ ખાતે ગઢીયા પેટ્રોલ પંપ સામે રસ્તા પર  પતંગના દોરા વેચાણ માટે સ્ટોલ ચાલુ થયાં છે. અહીં દોરાને માંજવાનું પણ શરૂ થઈ ગયું છે. હાલ દોરાના ભાવમાં વીશ થી ત્રીસ ટકાનો વધારો થયો છે  અને દોરાના વેચાણમાં નફાનું પ્રમાણ નહિવત છે એટલે વિશેષ ધ્યાન દોરા માંજવા માટે આપવામાં આવી રહ્યું છે. આમ પણ સાવરકુંડલા શહેર એટલે પતંગના રસિયાઓનું શહેર અહીં ઈંગોરિયાની માફક પતંગ ઊડાડવાનો અને પેચ લડાવવાનો એક અજબ નશો હોય છે. ઉત્તરાયણનાં એકાદ માસ પહેલાં જ પતંગના રસિયાઓ પતંગ ઉડાડવાનો પ્રારંભ કરતાં જોવા મળે છે. ખાસકરીને યુવાનો અને બાળકો શાળાએથી છૂટ્યા બાદ પતંગ ઉડાડવામાં સમય પસાર કરતાં જોવા મળે છે. આમ તો પંચાયતની સરપંચની ચૂંટણીમાં કોનો પતંગ કપાશે અને કોનો પતંગ ઊચે આકાશમાં ઉડતો રહેશે એ તો બાવીશ બાદ જ.. લીલાલહેર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *