Gujarat

અધ્યક્ષ અંગે હોબાળા વચ્ચે કોંગ્રેસ સંગઠનની મેમાં ચૂંટણી થવાની શક્યતા

  • સોનિયાના નેતૃત્વમાં વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વ્રારા ચાલી રહી છે CWCની બેઠક
  • ખેડૂત આંદોલન મામલે સરકારનું ઘમંડી અને અમાનવીય વલણઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અધ્યક્ષપદ અંગે ધમાસાન વચ્ચે પક્ષ કારોબારી ની બેઠક (CWC meeting)ચાલી રહી છે. સંભાવના છે કે મે મહિનામાં અધ્યક્ષની ચૂંટણી થઇ શકે છે. વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વ્રારા ચાલી રહેલી આ હેઠકનું નેતૃત્વ સોનિયા ગાંધી કરી રહ્યા છે.

બેઠકમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠકનું શિડ્યૂલ પણ તૈયાર થઈ શકે છે. બેઠક (CWC meeting)માં સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન મુદ્દે વાત કરતા કહ્યું કે સરકારનું અમાનવીય અભિગમ અને તેનું ઘમંડ ચોંકાવનારુ છે.

આ પણવાંચોઃ રાહુલ ગાંધી તૈયાર ના થયા તો ગહેલોતના માથે કોંગ્રેસના અધ્યક્ષનો તાજ

ફૂલટાઇમ અને એક્ટિવ અધ્યક્ષની માગ

કોંગ્રેસનું એક જૂથ ફૂલટાઇમ અને એક્ટિવ અધ્યક્ષની માગ કરી રહ્યું છે. અધ્યક્ષ વિશે વિરોધ થયા પછી કોંગ્રેસ કારોબારીની છેલ્લી (CWC meeting)બેઠકમાં નક્કી થયું હતું કે પાર્ટી સંગઠનની ચૂંટણી કરાવવી જોઈએ. મે 2019માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યા પછી સોનિયા ગાંધી વચગાળાનાં અધ્યક્ષ બન્યાં છે.

23 નેતાઓના ચિઠ્ઠીથી હોબાળો થયો હતો

કોંગ્રેસના 23 સિનિયર્સ લીડર્સે ગયા વર્ષે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પાર્ટીમાં ફરી ફેરબદલની જરૂર જણાવી હતી. CWC meeting news

ગુલામનબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક અને પૃથ્વીરાજ ચૌહાણ આ નેતાઓમાં સામેલ હતા. આ નેતાઓની સાથે સોનિયાએ ગયા મહિને મીટિંગ કરીને દરેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ હાજર હતાં

CWC-meeting.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *