ગાંધીનગર
ગુજરાતની ભાજપ સરકારના નવા મંત્રીમંડળમાં પેટ્રોલિયમ, ઊર્જા અને નાણાં મંત્રાલયની જવાબદારી કનુ દેસાઇને આપવામાં આવી છે. ત્યારે કનુ દેસાઇ દ્વારા નવસારીમાં જન આશીર્વાદ યાત્રા કરવામાં આવી હતી અને તેઓ જન આશીર્વાદ યાત્રામાં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમને લોકોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી કનુ દેસાઇએ પેટ્રોલના ભાવ બાબતે અજીબ નિવેદન આપ્યું હતું. મીડિયાએ પેટ્રોલિયમ મંત્રીને પેટ્રોલના વધતા જતા ભાવ બાબતે પ્રશ્ન કર્યો ત્યારે કનુ દેસાઇએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ અંગે અગાઉ અમે વિધાનસભામાં અમારો જવાબ રજૂ કરી દીધો છે. જ્યારે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ અન્ય રાજ્યો કરતાં ઓછા છે. જાે કે એક તરફ લોકોને આ પેટ્રોલનો ભાવ ખૂબ જ વધારે લાગી રહ્યો છે અને પેટ્રોલના ભાવમાં વધારો થવાથી લોકોની કમર તૂટી રહી છે. તેવામાં ભાજપ સરકારના મંત્રી કનુ દેસાઇને હજુ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ઓછા લાગી રહ્યા છે. એક સમયે ૬૫થી ૭૦ રૂપિયામાં મળતું પેટ્રોલ હવે ૧૦૦ રૂપિયાના ભાવે મળી રહ્યું છે. જેથી લોકોના ઘરનું બજેટ પણ પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ખોરવાઈ ગયું છે. તો ખેડૂતોનો ખેતનો ખર્ચો પણ વધી ગયો છે. આમાં સરકારે લોકોને રાહત મળે તેવો કોઈ ર્નિણય કરવો જાેઈએ તેવી લોકોની માગણી છે.દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સતત વધતી મોંઘવારી લોકોની કમર તોડી રહી છે. ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા કરતાં પણ વધી ગયો છે. પેટ્રોલનો ભાવ વધવાથી પરિવહન ખર્ચ પણ વધ્યો છે અને પરિવહન ખર્ચ વધવાના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. લોકો સરકાર સામે માગણી કરી રહ્યા છે કે, પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવે. મોંઘવારીના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓને પેટ્રોલનો ભાવ હજુ ઓછા લાગી રહ્યા છે. કારણ કે, ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીએ પેટ્રોલના ભાવ વધારા બાબતે જવાબ આપ્યો હતો કે, પેટ્રોલના ભાવ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ઓછા છે.


