Gujarat

અમદાવાદના હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ બે ગેંગની તકરારમાં હત્યાનું કબુલાત

અમદાવાદ
આરોપી અને મૃતક બે અલગ અલગ ગેંગના સભ્યો હતા જેની તકરાર અને વર્ચસ્વને લઈને આ ઘટના બની હોઈ શકે છે. તેમજ મૃતક ટ્રાફિકની પરીક્ષાની પણ તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે.હાલ તો શાહીબાગની ઘટનામાં ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. અને આરોપી પણ ઝડપાઇ ગયો. જે ઘટનામાં અંગત અદાવત સામે આવી છે. આ ઘટના અન્ય લોકો માટે લાલ બતી સમાન છે જેઓ નાની વાતમાં પોતાનો આપો ખોઈ બેસે છે અને ન કરવાનું કરી બેસે છે. એટલું જ નહીં પણ હાલની આ ઘટનામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. જેથી આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી શકાય.અમદાવાદના શાહીબાગના ચમનપુરા સર્કલ પાસેનો થોડા દિવસ પહેલા એક વ્યક્તિને તીક્ષ્ણન હથિયાર મારીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો હતો. ૨૬ તારીખે બનેલી ઘટનામાં ૨૭ તારીખે સચિનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે શાહીબાગ પોલીસે મોતનો ગુનો દાખલ કરી આરોપી દીનેશની ધરપકડ કરી હતી. શાહીબાગ પોલીસે દિનેશ પટણી નામના શખ્સની ધરપકડ કરી છે. જેના પર હત્યાનો આરોપ છે. ૨૬ સપ્ટેમ્બરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શૈલેષ પટણીએ ફરિયાદ કરી હતી કે તેના મિત્ર સચિન પર દિનેશ નામની વ્યક્તિએ ચમનપુરા સર્કલ પાસે થયેલા ઝઘડામાં તીક્ષ્ણચ હથિયાર ના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જે ઘટનામાં સચિનને સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો. જ્યાં ૨૭ તારીખે તેનું મોત નિપજતા ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરાયો. અને તેમાં દિનેશ પટણીએ હુલમો કર્યો હોવાથી તેમાં તેની ધરપકડ કરવામાં આવી છે. શાહીબાગ પોલીસે દિનેશની ધરપકડ કર્યા બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક અને આરોપી બને એક જ વિસ્તારના રહેવાસી છે. જેઓ વચ્ચે ૨૬ તારીખ પહેલા કોઈ બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેની અદાવત રાખી દિનેશએ હુમલો કર્યાનું સામે આવ્યું. તો પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સામે અગાઉ ૨૦૧૯ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ૩૨૪ નો ગુનો દાખલ થયો હતો. જ્યારે આરોપી સામે કોઈ ગુનો દાખલ ન થયાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *