Gujarat

અમદાવાદનો ગાંધી આશ્રમ નવા લુકમાં હવે જાેવા મળશે

અમદાવાદ
અમદાવાદના ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારને ડેવલપ કરવાનો મહત્ત્વનો ર્નિણય લેવાયો છે અને આ અંગેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને સોંપાઈ છે. આ સમગ્ર કામગીરી ડિઝાઈન અને તેના અમલીકરણ માટે કન્સલ્ટન્ટ નીમવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે. જેમાં આશ્રમની આસપાસના વિસ્તારના લેવલીંગમાં ૬થી ૭ મીટરનો મોટો તફાવત છે. એટલે જમીન સમથળ કરવા પીરાણાના કચરાના ટેકરો બાયો માઈનીંગ થાય છે, તેમાંથી નીકળતી માટીની પુરાણ કરવામાં આવશે.સરકારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વેગ આપવા ખેડાના નિવૃત્ત કલેકટર આઈ. કે. પટેલની નિયુક્તિ કરી છે.ગુજરાતમાં મહાત્મા ગાંધીનો અમૂલ્ય વારસો એવો અમદાવાદનો સાબરમતી આશ્રમ હવે નવા લુકમાં જાેવા મળશે. જેમાં પીએમ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવી રહ્યો છે. જાે કે ગાંધી આશ્રમના નવા લુક છતાં તેની સાદગી જળવાય રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટ ૫૫ એકર જમીનમાં રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે કાયાર્ન્વિત કરવામાં આવશે. ગાંધી આશ્રમના સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે અને એની સાથે આશ્રમનાં મકાનોને હેરિટેજ લુક આપવામાં આવશ . આ ઉપરાંત પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે. આ પ્રોજેકટની ડિઝાઇનનું કામ સાબરમતી રિવર ફ્રન્ટ, નવી સંસદના સેન્ટ્રલ વિસ્ટા, વારાણસી કાશીવિશ્વનાથની ડિઝાઇન તૈયાર કરનારા બિમલ પટેલને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ના સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમની દિલ્હી મુલાકાત પૂર્વે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કે.કૈલાશનાથન, ઓએસડી, આઈ.કે. પટેલ હાજર રહેશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના સબંધિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *