અમદવાદ
અમદાવાદના ઘાટલોડિયાના ગામી પરિવારના ૨૧ નવેમ્બર લગ્ન હતા. પરંતુ લગ્નમાં સરકારના નિયમ મુજબ બંને પક્ષ તરફથી ૪૦૦ વ્યક્તિઓની જ મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે અનેક વ્યક્તિઓને આમંત્રણ આપી શકાયું નહોતું. જેથી લગ્નના ફોટોગ્રાફરે લગ્નની પ્રથમ માસિક એનિવર્સરીના દિવસે સરપ્રાઈઝ આપી હતી. ક્રિષ્ના ફોટો આર્ટના દિપક પટેલે પ્રથમ એનિવર્સરી પર થલતેજ ઁફઇ થિયેટરમાં પરિવારના મહેમાનો જે લગ્નમાં નહોતા આવી શક્યા, તેમને આમંત્રણ આપીને બોલાવ્યા હતા અને થિયેટરમાં લઈ જઈને લગ્નના વિડીઓની ફિલ્મ બતાવી હતી ૪૫ મિનિટની ફિલ્મ ૧૫૦ મહેમાનોને બતાવવામાં આવી હતી. જે બાદ તમામ લોકોને જમાડવામાં આવ્યા હતા. અગાઉ ૪૦૦ મહેમાન જ બોલાવી શકાતા હતા, જેથી બાકી રહેલા મહેમાનો માટે ખાસ અયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે દિપક પટેલે જણાવ્યું હતું કે, ૪૦૦ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હોવાથી અનેક મહેમાનો રહી ગયા. જેથી સંબંધ જળવાય અને મજબૂત થાય તે માટે અમે સરપ્રાઈઝ આપી હતી અને આ પ્રકારે ફિલ્મ બતાવી હતી.કોરોનાને કારણે સામાજિક પ્રસંગમાં અત્યારે ૪૦૦ લોકોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તમામ મહેમાનોને લગ્નમાં આમંત્રણ આપી શકાતું નથી, જેથી અમદાવાદના એક પરિવારના લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી પર કપલ સહિત પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી. જેમાં લગ્નમાં આમંત્રણ ના આપેલા મહેમાનોને થિયેટરમાં લગ્ન બતાવ્યા અને બાદમાં જમાડ્યા હતા.