અમદાવાદ
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહેતી રેશમા(નામ બદલ્યું છે)ના લગ્ન કરીમ(નામ બદલ્યું છે) નામના યુવકની સાથે થયા હતા. કરીમ સાથે લગ્ન થયા બાદ રેશમા તેના પતિ સાથે જાેઈન્ટ ફેમીલીમાં રહેતી હતી. રેશમા તેના સાસુ અને સસરાને માતા-પિતા સમાન માનતી હતી. પણ તેની આ ધધારણા ખોટી પડી. લગ્નના થોડા સમય પછી સાસરીયાઓએ પોતાનો અસલ રંગ દેખાડ્યો અને રેશમાની સાસુ તેને કરિયાવર બાબતે મહેણા મારતી હતી. કરીમ નોકરી પર ચાલ્યો જાય ત્યારબાદ રેશમાના સસરા પુત્રવધૂ પર નજર ખરાબ કરતા હતા. તે રેશમાની એકલતાનો લાભ ઉઠાવીને તેને પોતાની તરફ ખેંચતા હતા અને રેશમાની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા હતા.લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હોવાના કીસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક આ તકરાર એટલી વધી જાય છે, તો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ ઘટનામાં પત્નીએ તેના પતિ અને સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ હતી કે, પતિના નોકરી પર ગયા પછી સસરા તેની સાથે છેડતી કરતા હતા. જ્યારે પત્નીએ આ વાત પતિને કરી ત્યારે પતિએ ઘર છોડીને બીજા લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પત્નીને બીજા લગ્નના ફોટો વોટ્સએપ કર્યા હતા. જ્યારે-જ્યારે સસરા આ પ્રકારનું વર્તન કરતા ત્યારે રેશમા પોતાનો બચાવ કરી લેતી હતી. પણ સસરાની આ પ્રકારની હરકત વધતી જતી હતી. તેથી રેશમાએ હિંમત કરીને તેના પતિને કહ્યું હતું કે, મારે હવે તામારા પિતાની સાથે રહેવું નથી. આટલું કહ્યા બાદ રેશમાએ સસરા જે હરકત કરતા હતા તે બાબતે જાણ કરી હતી. તે સમયે કરીમને તેના માતા-પિતા જ સાચા લગતા હતા. આ ઘટના બાદ કરીમ રેશમાને મારે તારી રહેવું નથી તેવું કહીને ચાલ્યો ગયો. તે બીજા રાજ્યમાં ચાલ્યો ગયો કારણ કે તે સમયે ગુજરાતમાં લોકડાઉન હતું અને તેને નોકરીની જરૂર હતી. બીજા રાજ્યમાં નોકરી કરવા ગયા પછી કરીમે પણ રેશમાને હેરાન પરેશાન કરીને અન્ય રાજ્યમાં જઈને પત્ની હોવા છતાં પણ બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન કરીને કરીમે તેની બીજી પત્નીના ફોટો રેશમાને મોકલ્યા હતા. પતિએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ રેશમાને થતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. રેશમા આ વાત સહન ન કરી શકી. ત્યારબાદ રેશમાએ આ સમગ્ર મામલે પતિ અને સાસરીયાઓની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.