Gujarat

અમરેલી નગર ની જનતા ને ખાસ જણાવવાનું કે ખોટો જસ ખાવા નીકળી પડેલા કોંગ્રેસી અને એના નગરસેવકો ને કહેવાનું છે કે પંકજ જોષી દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામા આવેલ છે તે વહીવટદાર ના શાસન મા થયો છે…

આ ભ્રષ્ટાચાર ને ઉજાગર પણ ભાજપ શાસિત હાલની નગરપાલિકા ની બોડી ના પ્રમુખ તેમજ કારોબારી તેમજ સભ્યો દ્વારા કરવામા આવેલ છે…
પોતાની મુળ માનસિકતા લોકોને ગુમરાહ કરવા એ કોંગ્રેસ ને વારસામા મળેલ છે જેથી એ એનુ કામ કરે છે પણ આ હવે બંધ કરી દેવું જોઈએ…
ભાજપ શાસિત નગરપાલિકા ના તમામ હોદેદારો ની નેમ ને વચન છે કે કોઈપણ ગુનેગાર ને ભ્રષ્ટાચારી ને કે નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર ને પણ છાવરવામા નહી આવે…
ગત કોંગ્રેસ ની બોડી મા જે કોઈ તાગડધીના કરી ગયા છે એની ખેર નથી…
આ ઉપરાંત નગરપાલિકા ના સત્તાધીશો ને વિનંતી કે ભૂતકાળ મા વરસાદી પાણી ના નિકાલ માટે જે ગટર નુ કામ કરવામા આવેલ છે તેમા પાઇપ ખૂબ નબળી ગુણવત્તા ના વાપરવામા આવેલ છે તેમજ વરસાદી પાણી નો ક્યાંય નિકાલ કરવામાં આવેલ નથી અને આ યોજના મા પણ ખૂબ મોટો ગોટાળો અને પૈસા ખવાયા છે…
નગરસેવા સદન ના સત્તાધીશો ને ખાસ વિનંતી કે આ કામ ની યોગ્ય તપાસ કરવામાં આવે તો શહેર ના લાલચુ અને ભ્રષ્ટાચારી અને મોટા માથા ના નામ ખુલે એમ છે તો યોગ્ય તપાસ કરવા અમારી આપ હોદેદારો નગરપાલિકા ને ખાસ વિનંતી છે…

IMG_20211004_150842.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *