Gujarat

*અમરેલી ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા તરછોડાયેલ પીડિતાને પરામર્શ કરી તેઓ ને સહીસલામત આશ્રયગૃહ માં મુકવામાં આવેલ*

અમરેલી સીટીમાં રોકડિયાપરા વિસ્તારમાં એક સજજન મહિલા દ્વારા ૧૮૧ માં ફોન કરી જણાવ્યું હતું કે સવાર ના એક મહિલા આમ થી તેમ ફરી રહ્યા છે ને અત્યારે રાત્રિનો સમય થઇ ગયો છે,જેથી મદદ ની જરૂર છે.
    ત્યારબાદ આ બાબતની જાણ થતા તુરંત જ અમરેલી ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર પરમાર હીનાબેન તથા પાયલોટ મુકેશભાઈ સ્થળ પર પહોંચી અને પીડિતા ને શાંત્વના આપી તેઓ નું પરામર્શ કરી વાતચીત કરતા જાણવા મળેલ કે પીડિતા એ મૂળ ગોધરા જિલ્લા ના વતની હોય ને તેઓ ખેત મજૂરી કરવા તેઓના પતિ સાથે અમરેલી જિલ્લા માં વાડી વિસ્તારમાં માં આવેલ હતા ને જ્યાં તેઓ ના પતિ દ્વારા મારકુટ કરી ઘર ની બહાર કાઢી મૂકતા પીડિતા હતાશ થય ને બહાર નીકળી ગયેલ હતા. તેમજ બેન ની હાલ ની સ્થિતિ યોગ્ય ના હોય ને વિસ્તાર પણ અલગ હોઈ જેથી તેઓને અમરેલી જિલ્લા માં ક્યાં ગામ માં તેમજ કોની વાડી માં આવેલ હતા. તે અંગે તેઓને કંઈપણ ખ્યાલ ના હોવાથી ટીમ દ્વારા પીડિતાને આશ્વાસન આપી અને રાત્રિનો સમય હોય ને તેઓ સાથે કોઈ અનિશ્ચિત બનાવ ન બને જેથી તેઓના ના હિત ને ધ્યાન માં રાખીને તેઓ ને આશ્રય અને અન્ય મદદ મળી રહે તે માટે અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ ગયા હતા અને જ્યા તેમને સહી સલામત પોહચડી આશરો અપાવ્યો હતો.
આમ અભયમ્ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211030-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *