અમરેલીમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કટિબદ્ધ
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડી લેવા માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એક ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે . વીપીપીના અમરેલી જિલ્લાના કન્વિનર સંજયકુમાર કાતરીયાએ જણાવ્યું કે લોકો હાલમાં કોંગ્રેસ અને ભાજપના શાસનથી થાક્યા છે ત્યારે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એક મજબુત વિકલ્પ આપવા માટે તૈયાર છે . આગામી ચૂંટણીમાં લડી લેવા માટે પાર્ટી કટિબદ્ધ છે ત્યારે પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા નિડર અને ઉત્સાહી ઉમેદવારો વીપીપીનો સંપર્ક કરી શકે છે . આ પાર્ટી લોકોના પ્રશ્નો માટે લડીને એક ઉત્તમ શાસન આપવાની તૈયારી રાખે છે . અને લોકોના રોડ રસ્તાઓ બેરોજગારી , આરોગ્ય , મોંઘવારી સહિતની સમસ્યાઓનો હલ લાવવા માંગે છે .


