Gujarat

અમેરિકાએ હાઇપરસોનિક શસ્ત્રનું પરીક્ષણ કર્યુ

વોશિંગ્ટન , તા.૨૯
ડીએઆરપીએની ટેક્ટિકલ ટેકનોલોજી ઓફિસમાં એચએડબલ્યુસીના પ્રોગ્રામ મેનેજર એન્ડ્ર્યુ કોડલરે જણાવ્યું હતું કે આ સફળ પરીક્ષણના લીધે અમે અમેરિકન લશ્કરને આગામી પેઢીની ક્ષમતા પૂરી પાડવાની નજીક પહોંચી ગયા છીએ. આના માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ અમે હવે તેને તૈયાર કરવાની નજીક છીએ.અમે આ વર્ષે અંતિમ ભાગમાં યોજાનારી ફ્લાઇટ ટેસ્ટ માટે સારી એવી મહેનત કરી રહ્યા છીએ. હાઇપરસોનિક શસ્ત્રો અવાજ કરતાં પાંચ ગણી વધારે ઝડપથી ઉડે છે. તે પ્રતિ કલાકે ૬,૨૦૦ કિ.મી.ની ઝડપ કાપી શકે છે. આ મિસાઇલને રેથિયોન ટેકનોલોજીના આધારે બનાવવામાં આવ્યું છે.અમેરિકાએ પ્રતિ કલાક ૬,૨૦૦ કિ.મી.ની ઝડપે ઉડતા હાઇપરસોનિક શસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ શસ્ત્ર અવાજ કરતાં પાંચ ગણી વધુ ઝડપે પ્રતિ કલાક ૩,૮૫૩ માઇલની ઝડપે ઉડે છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે ૨૦૧૩થી ચાલતા તેના પરીક્ષણમાં આ સૌપ્રથમ સફળ પરીક્ષણ છે. આ પરીક્ષણના લીધે અમેરિકા અને તેના વૈશ્વિક હરીફો વચ્ચે હાઇપરસોનિક શસ્ત્ર બનાવવાની ઝડપ વધુ વેગવંતી બનશે. આ નેકસ્ટ્‌ જનરેશન આર્મ્સ અત્યંત ટૂંકા સમયમાં તેનું કામ પૂરુ પાડી દે છે અને પરંપરાગત યંત્રણાઓને નિષ્ફળ બનાવે છે. જુલાઈમાં રશિયાએ જણાવ્યું હતું કે તેણે ઝિરકોન હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. વ્લાડીમીર પુટિને તેને નવી પેઢીની મિસાઈલ ગણાવી હતી. આ મિસાઇલને વિશ્વની કોઈપણ મિસાલ કરતાં વધારે શ્રેષ્ઠ ગણાવી હતી. ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્‌સ એજન્સી કે ડીએઆરપીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હાઇપરસોનિક એર-બ્રેધિંગ વેપન કન્સેપ્ટ (એચએડબલ્યુસી)ની પ્રથમ ફ્રી ટેસ્ટ ફ્લાઇટ યોજવામાં આવી હતી.

HyperSonic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *