ધનસુરા માં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 8 તારીખે વહેલી સવારે કમોસમી માવઠું થયું હતું કમોસમી માવઠા બાદ બીજા દિવસે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ખેતરો માં સવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું હતું ધનસુરા માં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હતી ત્યારે ધનસુરા માં કમોસમી માવઠું થયું હતુંં.જેને લઈને 8 તારીખે પડેલ માવઠા થી ખેડૂતો નો સૂકો ઘાસચારો પલળી ગયો હતો.તંત્ર એ ખેડૂતોને કાળજી લેવા જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ ૮ થી ૧૦ જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ધનસુરા માં પણ વાદળછાયુ વાતાવરણ તથા વરસાદ પડે તેવી શક્યતા છે. જે ધ્યાને લઈ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે.વાદળછાયા વાતાવરણ થી વાતાવરણ માં ઠંડી વધી હતી.
