Gujarat

અલંગના દરિયાકાંઠે ૨૨ જહાજાે પહોંચવા આવ્યા અને હજુ વધુ જહાજાે આવવાની સંભાવના

ભાવનગર
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વર્ષ ૨૦૨૧ માં જાન્યુઆરીમાં ૨૮, ફેબ્રુઆરી ૧૨, માર્ચ ૧૦, એપ્રિલ ૧૬, મે ૧૯, જૂન ૨૫, જુલાઈ ૧૫, ઓગસ્ટ ૧૬, સપ્ટેમ્બર માં ૧૩, ઓકટોબરમાં ૨૧ જહાજ ભાંગવા માટે આવ્યા હતા. અને, નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ૨૨ જહાજ અલંગમાં આવવા માટે કતારબધ્ધ થયા છે. અને ત્રીજા સપ્તાહમાં સંખ્યા હજુ વધારો પણ થઈ શકે છે. શિનજહાન શિપિંગના નિકોલસ વ્હાઈટના જણાવ્યા પ્રમાણે અલંગમાં શિપ બ્રેકિંગ માટેના જહાજાેનો પ્રવાહ હવે વધવા લાગશે, અગાઉ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ના શિપ બ્રેકરો ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શિપ બ્રેકરો કરતા વધુ ભાવ આપી જહાજાે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદી રહ્યા હતા, પરંતુ નવેમ્બર માસથી અલંગમાં પણ જહાજાેનો પ્રવાહ વધવાની શક્યતા છે. બીજી તરફ અલંગની આનુસંગિક રી-રોલિંગ મિલ વ્યવસાયમાં પણ સળવળાટ છે. તેથી જહાજમાંથી નીકળતા સ્ક્રેપ, મેટલ ના ભાવ પણ અગાઉની સરખામણીએ સુધર્યા છે. જેને લઇને હાલમાં અલંગ માં સળવળાટ જાેવા મળી રહ્યો છે. શિપ બ્રેકિંગમાંથી ૯૮ ટકા લોખંડ અને મેટલ નીકળે છે. અને તેના ઉપયોગ માટેની ઈન્ડસ્ટ્રીઝમાં માંગ વધી રહી છે. બીજી તરફ સરકારી પ્રોજેક્ટોને બાંધકામ ઉદ્યોગમાં પણ હવે ગતિ પ્રદાન થઇ રહી છે. તેથી રી – રોલીંગ મીલોના તૈયાર માલની ખપત પણ સારી રીતે થઈ રહી છે.અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત ૧૯૮૩માં થઈ હતી. અને, ત્યારથી અત્યાર સુધી શિપ બ્રેકિંગ વ્યવસાય સતત તડકા છાયડાનું સામનો કરતો આવ્યું છે. વર્ષ ૨૦૨૧માં અલંગમાં આવતા જહાજાેનો પ્રવાહ અગાઉના વર્ષોની સરખામણીએ બંધ હતો, પરંતુ વિક્રમ સંવત ૨૦૭૮ અલંગ માટે જળહળતું રહેવાની સંભાવના છે. અને, નવેમ્બર માસમાં ૨૨ જહાજાે અલંગના દરિયાકાંઠે ભંગાણ અર્થે આવી પહોંચશે.

22-ships-will-reach-the-shores-of-Alang-for-the-wreck.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *