ધ્રાંગધ્રા :
ઉલ્લેખનીય છે કે વડોદરા એસ ઓ જી નાં હાથે પકડાયેલ યુવાનિધિ બેન્કના ચીફ મેનેજીંગ ડિરેકટર અતુલકુમારસિંગ ને કોર્ટમાં થી વધુ તપાસ અર્થે 27 નવેમબર 2020 નાં જુના કેસ સંદર્ભે ધ્રાંગધ્રા પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.
જૂની ફરિયાદની વિગતો મુજબ ધ્રાંગધ્રા નાં 350 જેટલાં રોકાણકારો અને 20 જેટલાં એજન્ટો નાં રૂપિયા જમી ને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ આઈ પી સી 406, 420 અને 120 B તેમજ G.P. I.D એક્ટની કલમ 3 મુજબ યુવાનિધિ બેન્કના 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ બેન્ક અને તેના તમામ એમ ડી વિરુદ્ધ રાજ્યભરમાં રાજકોટ, જામનગર, કચ્છ, ધંધુકા, ખેડા, વડોદરા પણ ફરિયાદ નોંધાયેલી જ છે જેમાં ધ્રાંગધ્રા માં થયેલ ફરિયાદ મુજબના મુખ્ય આરોપી અતુલકુમારસિંગ રાજપૂત બોડેલી થી ઝડપાયા બાદ કોર્ટ પાસે થી ધ્રાંગધ્રા પોલીસના હવાલે કરવામાં આવેલ હતો.
ધ્રાંગધ્રા માં એક વર્ષ પહેલા થયેલી ફરિયાદ બાદ તમામ 8 માં થી મુખ્ય 4 એ નામદાર હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે એક થી વધુ પ્રયાસ કરેલ હતાં જે નામંજૂર થયેલ હતાં ત્યારબાદ છેલ્લા એક વર્ષથી આ આરોપીઓ ફરાર અને નાસતાં ભાગતા આરોપી નાં કોલમ માં હોય એમ કાયદાકીય ભાષામાં માની શકાય. જેમાંથી એક અતુલકુમારસિંગ હાલ પોલીસ હિરાસતમાં આવ્યા બાદ તેના માત્ર 2 દિવસના રિમાન્ડ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ નાં જજ દ્વારા આપવામાં આવ્યા હતાં. રાજ્યભરમાં કરોડો નું ફુલેકું ફેરવીને જગ્યા એ જગ્યાએ થયેલા કેસમાં નાસતાં ફરતા બતાડવામાં આવેલા હોય એવામાં નાં એક ને હાલ 2 જ દિવસનાં રિમાન્ડ પાસ થતાં ધ્રાંગધ્રા નાં ગરીબો નીરાશ બન્યા હતાં. જો કે ધ્રાંગધ્રા પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતાં તયારે હજારો ગરીબ લોકો ને કરોડો નો ચૂનો લગાડી છેતરનાર આવા ગઠિયા ને 2 જ દિવસ નાં રિમાન્ડ એક મોટો પ્રશ્ન ઉભો કરી જાય છે એમ આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતોની મુખ્ય ચર્ચા સૂત્રોની મદદથી જાણવા મળી હતી.
આગામી દિવસોમાં કોર્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાત વાળા મધ્યમવર્ગ નાં પૈસા ની રિકવરી બાબતે ન્યાયિક હુકુમ થાશે કે ભીનું સંકેલાશે એ દિશમાં છેતરાયેલ મધ્યમવર્ગની મીટ મંડાયેલી રહેશે.