શ્રી સુહરાવર્દી એ રજુઆત કરતા જણાવ્યું હતું કે આગામી તારીખ 19 ના રોજ મુસ્લિમ ધર્મ ના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ નો જન્મદિવસ હોવાથી સમગ્ર વિશ્વ માં આ દિવસ હર્ષોલ્લાસ થી મનાવવા માં આવે છે, ભારત અને ગુજરાત રાજ્ય માં પણ તેની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે,
છેલ્લા બે વર્ષ થી સમગ્ર વિશ્વ માં ફેલાયેલી કોરોના ની મહામારી સંદર્ભે ભારત સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે જેના આધારે તમામ ધર્મ-સમુદાય ના ઉત્સવો મનાવવાની છૂટ આપેલ છે..
હાલમાં ગુજરાત રાજ્ય માં વેકસીનેશન નો કાર્યક્રમ ખૂબ જ ઝડપ થી કાર્યરત છે અને હાલ માં અંદાજીત 80% થી વધુ લોકોએ રસીકરણ કરાવી લીધુ છે, જેના કારણે ચેપ લાગવા ની આશંકા ખૂબ ઓછી છે અને દેશના ટોચના ડોક્ટરો અને વૈજ્ઞાાનિકો ના મંતવ્ય પ્રમાણે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ નહીવત છે,
જેથી દેશ ના બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો મુજબ કોઈપણ ધર્મ ના અનુયાયીઓ ને પોતાના ધાર્મિક ઉત્સવો જાહેર માં મનાવવા ની છૂટ આપેલી છે,તમામ ધર્મો ના નાગરિકો એ કોરોના ના કારણે ગત વર્ષે કાયદાનુ પાલન કરીને કોઈપણ ઉત્સવો ની ઊજવણી કરી નહોતી, પરંતુ હાલ માં સ્થિતિ સુધરેલી હોઇ કોરોના ની ગાઇડ લાઇન પ્રમાણે શરતો ને આધીન ઈદે મિલાદ ના જુલુસ ની સમગ્ર જિલ્લામાં મંજૂરી આપવા ઈરફાન શાહ એ વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરી છે


