Gujarat

આગામી તા. ૧૮ ડિસેમ્બરે લોહાણા મહિલા મંડળ દ્વારા ઓપન જૂનાગઢ વાનગી સ્પર્ધાનું આયોજન વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે દરેક સ્પર્ધને પ્રોત્સાહન ઈનામ  

ગિરગઢડા
  ભરત ગંગદેવ..
આગામી તા. ૧૮ ડિસેમ્બરે લોહાણા મહિલા મંડળ દ્વારા ઓપન જૂનાગઢ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા વિવિધ પ્રકારના ઢોકળા તેમજ ઘઉંમાંથી બનાતી મીઠાઈ બનાવવાની સ્પર્ધા યોજાશે.
મહિલાઓને રસોઈની રાણી કહેવામાં આવે છે. જેથી આ ટેલેન્ટને પ્લેટફોર્મ મળે તે માટે આ સ્પર્ધાનું લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા ઓપન જૂનાગઢ હોય, જેથી સર્વ જ્ઞાતિની બહેનો-દિકરીઓ ભાગ લઈ શકશે.
તા. ૧૮ ડિસેમ્બરને શનિવારના સાંજે ૪ વાગ્યે યોજાનાર સ્પર્ધાના ફોર્મ અને એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે. જેમા ફોર્મ મેળવવા માટે જૂનાગઢ લોહાણા મહિલા મંડળના અલ્પાબેન ઉનડકટ, શરૂઆત દૈનિક કાર્યાલય, ગિરનાર રોડ, મો. ૯૮૭૯પ૪૦૭૭૧, પારૂલબેન સુચક શ્યાલમ બ્લોક નં. ૬ દર્શન બંગ્લોઝ દીપાલી પાર્ક-ર, ઝાંઝરડા રોડ, મો. ૯૦૩૩૬૮૪પ૭૬, રશ્મીબેન વિઠ્ઠલાણી, મોટી દાણા પીઠ સોસાયટી, બ્લોક નં. ૧પ કોલેજ રોડ, મો. ૯૪ર૯પ૮૦૧૭,  સાધનાબેન નિર્મળ કન્હાઈ એપાર્ટમેન્ટ, પહેલા માળે, કાકા કોમ્પ્લેક્ષ પાછળ, ઝાંસીના સર્કલ પાસે, મો. ૯૪૨૮૩૭૮૪૪૪, ચંદ્રીકાબેન સોઢા બી/પ નીલગગન એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા, જૂનાગઢ મો. ૯૪૨૬૬૧૧૬૮૧ અનુરોધ કરાયો છે. તેમજ આ સ્પર્ધાને સફળ બનાવવા લોહાણા મહીલા મંડળના મોવડી મંડળના મીનાબેન ચગ, ભારતીબેન ઘીયા તેમજ કારોબારી સભ્ય ગીતાબેન કોટેચા, બીનલબેન ઉનડકટ, ક્રિષ્નાબેન અઢીયા, રસીલાબેન સોઢા, નિલમબેન વિઠ્ઠલાણી જહેમત ઉઠાવી રહ્યા છે. સ્પર્ધામાં લીમીટેડ એન્ટ્રી લેવાની હોય જેથી વહેલી તકે ફોર્મ ભરી જમા કરાવી દેવા અપીલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *