છોટાઉદેપુર જીલ્લા સેવા સદન ખાતે આજ રોજ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક અખબાર પરિષદ યોજાઈ હતી. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 તેમજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત છોટાઉદેપુર જીલ્લા નું પ્રતિનિધિત્વ કરતા ખાસ માસ્કોટ નું સત્તાવાર રીતે ખુલ્લું મુકાયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર લીંક અપલોડ કરવામાં આવશે. જેમાં નાગરિકોએ આ ખાસ માસ્કોટ નું નામ સૂચવવા તેમજ ચૂંટણી તેમ જ મતદાર યાદી સંદર્ભે તૈયાર કરવામાં આવેલ ઓનલાઈન કવીઝ માં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી આગ્રહભરી અપીલ કરવામાં આવી હતી. આ સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ 1-1 2022 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ યુવા મતદારો દ્વારા ઓનલાઇન માધ્યમથી મતદારયાદી માં પોતાના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. આ સાથે ખાસ ઝુંબેશ ના દિવસો દરમિયાન પોતાના મતદાન મથકે જઈ બી. એલ. ઓ ને પણ લગત પોતાના સાધનિક પુરાવા સાથે ફોર્મ ભરી જરૂરી ફેરફાર કરવામાં આવશે. જે કાર્યક્રમ નો જીલ્લા ની પ્રજા ને લાભ લેવા વહીવટી તંત્ર તરફ થી અનુરોધ કરાયો હતો. તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

