ઋષિ જોશી દ્વારા
જુનાગઢ
આજરોજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા મહામંત્રીશ્રી સંજયભાઈ મણવર તથા મિડિયા વિભાગનાં સંજય પંડ્યાએ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ તથા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી સાથે સાથે ગુજરાત નાં સુપ્રસિદ્ધ ચિત્રકાર જુનાગઢ નાં વતની ઈરફાન સિદ્દિકી તથા દિગ્વિજયસિંહ વાઘેલા દ્વારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી નું ડીજીટલ પેન્ટીગ તૈયાર કરાવી મિડીયા વિભાગનાં સંજય પંડ્યા તરફથી સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવ્યો હતો….

