થરાદ વાવ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સીલસીલો ચાલુ છે. હાલમાં જ થરાદ તાલુકામાં આવેલા આજાવાડા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે જે ગાબડાં પડતાં જ ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ જતા પાકનો સફાયો થઈ જવા પામ્યો છે. અવાર નવાર ગાબડાં પડતાં તેની ગુણવત્તાની પોલ ખોલે છે. હંમેશા ગાબડાં પડતાં જ ખેડૂતોને તકલીફમાં મુકવામાં આવે છે તંત્રની પણ બેદરકારી સામે આવી છે.
