ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર ભારતવર્ષમાં રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ રંગોળી સ્પર્ધામાં ભારતનો કોઈપણ નાગરિક કે જેની ઉમર ૧૬ થી ૪૫ વર્ષની હોય તે ભાગ લઇ શકે છે. રંગોળી બનાવવા માટે તમામ સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે https://amritmahotsav.nic.in/rangoli-making-competition.html વેબસાઈટ પર તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સ્પર્ધા ત્રણ સ્ટેજમાં (૧) જીલ્લાકક્ષા (૨) રાજ્યકક્ષા (૩)રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધાના નિયમો વેબસાઈટ પરથી મેળવી શકાશે તમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
દિવ્યા ત્રિવેદી
