15 મી ઓગસ્ટ 2022 ના રોજ આઝાદીને 75 વર્ષ પૂર્ણ થનાર છે જે સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તારીખ 25-11-2021 ના રોજ રાણપુર શહેરમા મેઘાણી સર્કલ ખાતે બેન્ડ ડિસપ્લે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા રાણપુર શહેરના મેઘાણી સર્કલ ખાતે બેન્ડ પાર્ટી ડિસ્પ્લે કાર્યક્રમ દરમ્યાન દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જી.ડી.કાલીયા તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ બેન્ડ ડિસપ્લે કાર્યક્રમમાં રાણપુર શહેરના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેશભક્તિના ગીતો સાંભળવાનો લાભ લીધો હતો. સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાણપુર શહેરમાં બેન્ડ ડીસપ્લે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


