ચોરીના ગુનામાં ૫ વર્ષની સજા, ૧૦ હજારનો દંડ ફટકારતી ઉના કોર્ટ…
૨૦૧૪ના વર્ષમાં નેસડા થી રામેશ્વર સીમમાં એગ્રો પાન-બીડીની દુકાનમાં રૂ.૨૫ હજારની ચોરી થયેલ હતી..
ઊના – ઉના તાલુકાના નેસડા ગામથી રામેશ્વર રોડ પર આવેલ સીમ વિસ્તારમાં આવેલ એગ્રો તથા પાન-બીડી સહીતની દુકાનમાં લોખંડની કોષ દ્વારા સટર ઉચકાવી ગલ્લામાં રાખેલ રોકડ રકમ રૂ.૨૫ હજારની ચોરી તા.૮ જાન્યુ ૨૦૧૪ના વર્ષમાં થયેલ હતી. આ બાબતે પોલીસમાં ફરીયાદ દાખલ કરાયેલ જેમાં નાંદરખ ગામે રહેતા મનુ ઉર્ફે મુકેશ ટેડવો બાવુભાઇ માલાભાઇ સોલંકીની પોલીસે ઇપીકો કલમ ૪૫૭, ૪૮૦ મુજબ ગુન્હો નોધી અટક કરેલ અને ચોરીના અલગ અલગ દરની નોટો તેમજ ઉપયોગમાં લીધેલ બાઇક નં.જીજે ૧૧ એએમ ૫૬૨૯ આરોપી પાસેથી કબ્જે કરાયેલ અને ત્યાર બાદ ઉના એડિ.ચીફ જેયુ. મેજીસ્ટર વિરેન્દ્રસિંહ ગેમલસિંહ રાણાની કોર્ટમાં પોલીસે ચાર્જસીટ સાથે રજુ કરેલ અને આ ફોજદારી કેસ નં.૩૮૪/૨૦૧૪ના આરોપી સામે કેઇસ ચાલતા સરકારી વકીલ ફરીયાદી પક્ષે જેએમ સખનપરા તેમજ આરોપી તરફના વકીલની દલીલો, મોખિત પુરાવાઓ દસ્તાવેજી પુરાવાઓ અને સાહેદોની જુબાનીને ધ્યાનમાં રાખી ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી મનુ ઉર્ફે મુકેશ ટેડવો બાવુભાઇ માલાભાઇ સોલંકી રહે.ે નાંદરખ વાળાને ઉપરોક્ત ગુન્હામાં ૫ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.૧૦ હજારનો દંડ ફટકારેલ…
આ કેસમાં ઉના એડિ.ચિફ જેયુ. મેજીસ્ટર વિરેન્દ્રસિંહ ગેમલસિંહ રાણાએ પોતાના ચુકાદામાં જણાવેલ કે આરોપી મજુરી કરતા માણસ છે કોઇ માણસ જન્મથી ગુન્હેગાર હોતો નથી. આવી પરિસ્થિતી અને સંજોગોને કારણે વિપરીત પરિસ્થિતીમાં ગુન્હો કરી બેસતો હોય છે. જ્યારે લલચાવનારી પરીસ્થિતી ઉભી થાય ત્યારે માનસીક સ્વસ્થતા જાળવી રાખીને સભ્રય માણસને શોભે તેવું વર્તન કરવા માટની કોઇ તાલીમ કે કેળવણી મળી હોય તે માણસ કાઇ ગુન્હો કરે તેની પરીસ્થિતી અને હાથ ઉપરના કેઇસમાં જે અપરાધી છે, તેમની જીવનની પરીસ્થિતી જોવામામં આવે તો અપરાધી ગામડામાં વસવાટ કરતા માણસ છે. કાયદાનો અજ્ઞાનએ બચાવ નથી, એવા સિધ્ધાંતો વક્તો વખત ચુકાદાઓમાં વિધીશાસ્ત્રમાં કહેવામાં આવેલા છે. પરંતુ સાથે સમાજ જીવનમાં સારી રીતે સદગુણ મુક્ત જીવન જીવવાની તકો પુરી પાડવાની રાજ્યની ફરજ છે, તે પ્રમાણેની વ્યવસ્થા હજી સુધી સમાજના તમામ વર્ગ સુધી પહોચી નથી, અને તે માટે અક્ષરજ્ઞાન પર્યાયત નથી. આરોપી ભલે કાયદાના અજ્ઞાનનો બચાવ લઇ શક્તા નથી. પરંતુ સુસંસ્કૃત વ્યક્તિને શોભે તેવું વર્તન કરે તે માટેની યોગ્ય કેળવણીનો અભાવ ચોક્કસ જણાય છે. અને તેથી આરોપી ગુન્હો કરી બેઠો છે. તેવું દેખાય છે.
સજા બાબતે નિર્ણય કરતા પહેલા આરોપીને રૂબરૂ કોર્ટમાં પુછતા જણાવેલ કે તેના માથે તેની માતા અને પત્નિની જવાબદારી છે. હાલમાં આરોપી ચોરીના ગુન્હામાં ગીરગઢડા કોર્ટ દ્વારા સજા થતાં જેલમાં અને બે વર્ષની સજા થયેલી છે. પોતાને કોઇ સંતાન નથી. આ સમગ્ર હકીકત જોતા આધુનિક જમાનામાં ભોગપ્રધાન જીવન જીવવાની લાલચ આરોપી રોકી શક્યા નથી. અને પોતાની લાલચ અને ભોગની ઇચ્છાઓને પુરી કરવા માટે ગે.કા.રસ્તો અપનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી માત્ર આજ ગુન્હામાં નહીં અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. જેથી આરોપી આવા ગુન્હા કરવાની ટેવ હોય તેવું પણ ખુદ આરોપીના કોર્ટ રૂબરૂ જણાવેલ જવાબથી જણાય છે. તેવા સંજોગોને લક્ષમાં રાખીને સજા અંગેનો નિર્ણય કરવો ઉચ્ચીત છે. ઇ.પી.કોડ કલમ ૩૮૦માં ૭ વર્ષ સુધીની કેદ અને ઇપીકો કલમ ૪૫૭માં ૧૪ વર્ષની કેદ દંડની જોગવાઇ છે. તે પ્રકારનો ગુન્હો આરોપીએ કર્યો છે. લાલચ રોકીને સભ્ય વ્યક્તિને શોભે તેવું વર્તન કરી ને જીવવાની કેળવણી અને તકો હજી સુધી સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પોહચી નથી. આરોપી સમાજના જે વર્ગ માંથી આવે છે. તે જોતા મહતમ સજા કરી દેવામાં આવે તો તેમાં ન્યાયનું હિત નથી. આમ સમગ્રપણે ગુન્હાહીત ઇતિહાસ જોતા મનુ ઉર્ફે મુકેશ ટેડવો બાવુભાઇ માલાભાઇ સોલંકીને ચોરીના ગુન્હામાં ૫ વર્ષની સાદી કેદ અને રૂ.૧૦ હજારનો દંડ કરતી સજા ઉના કોર્ટે કરેલ છે.
