Gujarat

આપના નેતા અલ્પેશ કથીરિયાએ ભાજપના નેતા કાવ્યા પટેલ સાથે કરી સગાઈ

સુરત
સુરતમાં આમ આદમી પાર્ટીને વિપક્ષનું સ્થાન મળવા પાછળ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિનો સપોર્ટ છે. સુરતમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો મળ્યા બાદ એવી પણ શક્યતાઓ સેવાઇ રહી હતી કે, અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જાેડાઈ શકે છે. પણ હવે અલ્પેશ કથીરિયા ભાજપના જ પૂર્વ કોર્પોરેટર સાથે સગાઈના બંધનમાં જાેડાઈ જતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે છે. અગાઉ અલ્પેશ કથીરિયા પણ સરકાર પર આકરા પ્રહારો કરી ચુક્યા છે. બીજી તરફ ભાજપ વિરોધી ચહેરાઓમાં પ્રખર ચહેરો પણ અલ્પેશ કથીરિયાનો માનવામાં આવે છે. ત્યારે ભાજપના જ મહિલા નેતા સાથે સગાઇના બંધનમાં જાેડાઈને અલ્પેશે સૌ કોઈ આશ્ચર્યચકિત કરી દીધા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાેડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો બન્યો છે. નોન પોલિટિકલ ચેહરા તરીકે પાટીદારોમાં અલ્પેશની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરીયાએ તેના નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઇના બંધનમાં જાેડાઈને કરી છે. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો છે. ગુજરાતમાં તેની લોકપ્રિયતા પણ ખૂબ જ વધુ છે. પાટીદારોમાં અલ્પેશ કથીરિયાની પકડ ખૂબ જ મજબૂત છે. અલ્પેશ કથીરિયાએ ભાજપના જે પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે સગાઈ કરી તેમનું નામ કાવ્યા પટેલ છે. પાટીદાર અનામત સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા કામરેજની ફાઉન્ટેન હોટેલમાં કાવ્યા પટેલ સાથે સગાઈના બંધનમાં બંધાયા છે. મહત્ત્વની વાત છે કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચુક્યા છે. મહત્ત્વની વાત છે કે, અલ્પેશ કથીરિયાએ કોઈપણ રાજકીય પાર્ટી જાેઈન નથી કરી પરંતુ, અલ્પેશ કથીરિયા પોતાના સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરીને રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરી શકે છે.

Alpesh-kathiriya-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *