મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત વીસમી સદીના પ્રથમ કિશોર ક્રાંતિકારી ખુદીરામ બોઝ તથા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મ જયંતી નિમિત્તે આચાર્ય શ્રી ડૉ. ધીરુભાઈ દેસાઈનાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્ર ધર્મ પ્રચારક શ્રી ધર્મેન્દ્ર પાઠકનો રાષ્ટ્ર કથા કાર્યક્રમ ૦૩ જી ડીસેમ્બર ૨૦૨૧ નાં રોજ યોજાયો. તેઓએ વિદ્યાર્થીઓ, યુવાનો અને ભારતીય નાગરિકોના બલિદાની વીરોની ગૌરવ ગાથામાથી પ્રેરણા લઇ રાષ્ટ્ર રક્ષા નિર્માણમાં સર્વને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. શ્રી તસવ્વુર મલેકે મહેમાનોનો પરિચય આપ્યો. આચાર્યશ્રીએ વક્તાનો અભિવાદન કર્યું અને શહીદ સ્મૃતિ ચેતના કેન્દ્રની પ્રવૃતિને વેગવંતી બનાવવા ઉપર ભાર મુક્યો.તમામ વિભાગના આધ્યાપક શ્રીઓ તથા વિધાર્થીઓ હાજર રહ્યા
અંતમાં શ્રી ધર્મેન્દ્ર પાઠકે આચાર્યશ્રી તથા વિદ્યાર્થીગણને શહાદત કા મોલ કેલેન્ડર
અર્પણ કર્યું.


