વેકસીનેશન કાર્યક્રમ,મિશન ઈન્દ્ર ધનુષ કાર્યક્રમમાં સૌથી મહત્વની ભૂમિકા તથા કાર્ય આશાવર્કર બહેનોનું રહયું છે, દિવસ રાત જોયા વગર સરકારના દરેક કાર્યક્રમની કામગીરી તનતોડ મહેનતથી આશાવર્કર બહેનો કરી રહયા છે, તેની કામગીરી અને મહેનત પ્રમાણે તેના હકકનું વેતન તેને મળવું જોઈએ.
મિશન ઈન્દ્ર ધનુષમાં આશાવર્કર બહેનોને વર્ષ ૨૦૨૦ તથા વર્ષ ૨૦૨૧ના વર્ષના વેતન બાકી છે તથા ૫% લેખે પગાર વધારો જાન્યુઆરી માસથી ઓગસ્ટ માસ સુધી એટલે આઠ માસનો પગાર વધારો આપવામાં આવ્યો નથી.તો આપશ્રી સત્વરે ઉપરોકત પ્રશ્નોનું નિરાકરણ લાવવા મારી અંગત ભલામણ કરૂ છું. તેમજ આ સાથે આશાવર્કર બહેનોની રજુઆતની નકલ આ સાથે સામેલ છે. તેમજ કરેલ કાર્યવાહી જાણ મને કરવા વિનંતી.


