અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાની વર્ષ ર૦૨૦-૨૧ના વર્ષ માટેની સાધારણ સભા તારીખ ૨૮/૧૧/૨૦૨૧ના રોજ સાંજે રોટરી હોલ – ભેદા પાર્ક, વેરાવળ ખાતે કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલ સાહેબના પ્રમુખસ્થાને યોજાઇ હતી. રેડ ક્રોસ રાજ્ય શાખાના પ્રતિનિધિ તરીકે જુનાગઢથી શ્રી મનિષ આચાર્ય તથા તેમના પત્ની પારૂલબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.*
*કલેકટરશ્રી અને રેડ ક્રોસ – ગીર સોમનાથના પ્રમુખશ્રીની પરવાનગીથી સભા શરૂ કરવામાં આવી હતી. રેડ ક્રોસ ચેરમેનશ્રી કિરીટભાઇ ઉનડકટે સ્વાગત પ્રવચન સાથે રેડ ક્રોસની કાર્યપ્રણાલીથી સભાને અવગત કરેલ. સંસ્થાના ઓન.સેક્રેટરીશ્રી સેવારામ મુલચંદાણીએ સભાની કાર્યસૂચિ મુજબ એક પછી એક બાબતો આગળ ધપાવી હતી અને જરૂરી લાગે ત્યાં ચેરમેનશ્રીએ પુરક માહિતી આપી હતી. આ રીતે ખુબજ સરળતાથી અને સફળતાની સભાની કાર્યવાહી પૂર્ણ થયેલ.*
*ત્યારબાદ સન્માન સમારોહ શરૂ કરવામાં આવેલ, જેમા ચક્ષુદાનના પ્રથમ સંકલ્પ પત્ર બદલ હાર્દિક કક્કડ, નવજાત શિશુને બચાવવાના માનવ કાર્ય બદલ* *દ્રષ્ટિ રજનીકાંત લાખાણી, રેડ ક્રોસ સભ્યો સર્વશ્રી સંજય દાવડા, નયન (તુષાર) દેવળીયા, ડો. વિરલ બજાણીયા તથા ડો.કે.એન.બારડને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેડ ક્રોસના કાર્યોમા સહકાર આપનારા સર્વશ્રી ડો.એ.એમ.ચોચા, ડો.સ્મિતાબેન છગ, ડો.જીગર રાવલ, પ્રદિપ મહેતા, પરેશ સામયાણી, કર્મા તથા એન.જ.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટનુ સન્માન કરવામાં આવ્યું હતું.*
*’વર્લ્ડ રેડ ક્રોસ ડે’ ની ઉજવણીરૂપે યોજાયેલ ક્વીઝ કોન્ટેસ્ટના વિજેતાઓ સર્વશ્રી મનોજભાઇ કરસાલા, વસીમખાન ખીલચી તથા શીતલ પરમારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.*
*શ્રી મનિષ આચાર્ય એ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે રેડ ક્રોસ – ગીર સોમનાથની કાર્યપદ્ધતિ ખુબજ સુંદર છે અને ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે.*
*પ્રમુખસ્થાનેથી શ્રી રાજદેવસિંહ ગોહિલ સાહેબે તમામ પ્રવૃત્તિઓની વિગતવાર નોંધ લીધી હતી. નવરચિત જિલ્લામાં ઘણી અગવડતાઓ વચ્ચે પણ આગળ વધવાની નેમને બિરદાવી હતી. ચક્ષુદાન, બ્લડ બેંક તેમજ માનવતાલક્ષી તમામ કામગીરીમા પુરો સહકાર આપવાની ખાત્રી આપી હતી.*
*આ સાધારણ સભાને સફળ બનાવવામાં ચેરમેન શ્રી કિરીટભાઇ ઉનડકટ તેમજ સેક્રેટરી શ્રી સેવારામ મુલચંદાણીની સાથે સમીર ચંદ્રાણી, ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, કમલેશ ફોફંડી, અનિષ રાચ્છ, મહેશ શાહ, અતુલ કાનાબાર, ધર્મેશ તન્ના અને સંજય દાવડાએ ઉત્સાહભેર કામગીરી સંભાળી હતી. ખુબ સારી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.*
સેવારામ મુલચંદાણી
ઓન.સેક્રેટરી
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
ગીર સોમનાથ જિલ્લા શાખા
ન જાતિ ના ધર્મ માનવતા અમુરૂ કર્મ ના નારા ને આગળ ધપાવવા સેવાકીય પ્રવૃતિઓ ના એહવાલ નિ યાદી અનિષ રાચ્છે સોની યોગેશ ભાઈ સતીકુંવર જણાવેલ છે


